________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૨
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
त्वाध्यासस्य करणात्कर्ता भवति। यदा त्वयमेव प्रतिनियतस्वलक्षणनिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं मुञ्चति, तदा स्वपरयोविभागज्ञानेन ज्ञायको भवति, स्वपरयोर्विभागदर्शनेन दर्शको भवति, स्वपरयोविभागपरिणत्या च संयतो भवति; तदैव च परात्मनोरेकत्वाध्यासस्याकरणादकर्ता भवति।
(અનુદુમ ) भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः।
अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः।। १९६ ।। अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि। णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि।। ३१६ ।।
એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં ) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને ) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભદદર્શનથી) દર્શક છે અને સ્વપરની | વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી ) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.
ભાવાર્થ-જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે મિથ્યાષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.
“એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી” એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છે:
શ્લોકાર્થઃ- [તૃત્વવત્ ] કર્તાપણાની જેમ [ મોવસ્તૃત્વ કર્યું વિત: સ્વભાવ: મૃત: 7] ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિસ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [અજ્ઞાનાત્ વ મોml] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [ ત–31માવાન્ અવે:] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા છે. ૧૯૬.
હવે આ અર્થને ગાથામાં કહે છે:
અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિ સ્વભાવે સ્થિત રહી, ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com