________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
૪૫૧
(વરસન્નતિનેT) यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तरिक प्रमाद्यति जनः प्रपतन्नधोडधः किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।। १८९ ।।
અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યા તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ:- [ યત્ર પ્રતિક્રમણમ્ gવ વિષે પ્રીd] (અરે! ભાઈ, ) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [તત્ર અપ્રતિમ વ સુધી ત: ચાત] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [તત] તો પછી [ નન: અધ: અધ: પ્રપતન વિરું પ્રમાદ્યતિ] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [નિઝમ:] નિપ્રમાદી થયા થકા [ર્ધ્વમ્ કર્ધ્વમ્ વિરું જ વિરોદતિ] ઊંચે ઊંચે કાં ચડતા નથી?
ભાવાર્થ-અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી ? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદવ કહે છે કે “આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી ?' જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવા.
. ૧૮૯.
હવે આ અર્થને દઢ કરતું કાવ્ય કહે છે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com