________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
४४८
अतो हताः प्रमादिनो गताः सुखासीनतां प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्। आत्मन्येवालानितं च चित्तमासम्पूर्णविज्ञानघनोपलब्धेः।। १८८ ।।
ભાવાર્થ:-વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે “લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.” તેને આચાર્ય સમજાવે છે કે:-જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તો પણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જ અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી ? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે.
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [વત:] આ કથનથી, [સુરમાસીનતાં તા: ] સુખે બેઠેલા (અર્થાત્ એશઆરામ કરતા) [પ્રમારિનઃ] પ્રમાદી જીવોને [હતા:] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્દન અધિકારી કહ્યા છે), [વાપન પ્રતીનમૂ ] ચાપલ્યનો સુ-વિચાર વિનાના કાર્યનો ) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [ગીતqનમ્ ૩મૂનિતમ્ ] આલબંનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [ સાસપૂર્ણવિજ્ઞાન-ઘન–૩૫ ] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [ આત્મનિ થવ વિતમ્ ગીતાનિત ] (શુદ્ધ ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે - વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે ). ૧૮૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com