________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૬
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
वर्तमानत्वादाराधक एव स्यात्।
(માલિની) अनवरतमनन्तबध्यते सापराधः स्पृशति निरपराधो बन्धनं नैव जातु। नियतमयमशुद्धं स्वं भजन्सापराधो भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। १८७ ।।
ननु किमनेन शुद्धात्मोपासनप्रयासेन ? यतः प्रतिक्रमणादिनैव निरपराधो भवत्यात्मा; सापराधस्याप्रतिक्रमणादेस्तदनपोहकत्वेन विषकुम्भत्वे सति प्रतिक्रमणा
છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.
ભાવાર્થ-સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ “રાધ” છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે શુદ્ધ આત્મા તે જ હું છું' એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થઃ- [ સાપરાધ: ] સાપરાધ આત્મા [ અનવરતન્] નિરંતર [ઝનન્ત: ] અનંત પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [ વધ્યતે] બંધાય છે; [ નિરપરાધ: ] નિરપરાધ આત્મા [વનમ્] બંધનને [ ની] કદાપિ [સ્પૃશતિ ન થવું] સ્પર્શતો નથી જ. [ +] જે સાપરાધ આત્મા છે તે તો [ નિયતમ્] નિયમથી [સ્વમ્ અશુદ્ધ ભનન] પોતાને અશુદ્ધ સેવતો થકો [ સાપરાધ:] સાપરાધ છે; [ નિરપરાધ:] નિરપરાધ આત્મા તો [સાધુ] ભલી રીતે [શુદ્ધાત્મસેવી મવતિ] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭.
(હવે વ્યવહારનયાવલંબી અર્થાત્ વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કે:-) “ એવો શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત) કરવાનું શું કામ છે? કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે, કેમ કે સાપરાધને, જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com