________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૦
સમયસાર
(ફન્દ્રવા) एकश्चितश्चिन्मय एव भावो भावाः परे ये किल ते परेषाम्। ग्राह्यस्ततश्चिन्मय एव भावो ભાવા: પરે સર્વત વ હૈયા: ।। ૬૮૪ ।।
ભગવાનશ્રીકુંદકુંદ
( તે ચેતના ) પોતાના અસ્તિત્વને જ છોડ; [તત્—ત્યાÌ] એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતાં, (૧) [વિત: અપિ નડતા મતિ] ચેતનને જડપણું આવે અર્થાત્ આત્મા જડ થઈ જાય. [૪] અને (૨) [ વ્યાપાત્ વિના વ્યાપ્ય: આત્મા અન્તમ્ ઐતિ] વ્યાપક વિના (-ચેતના વિના-) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે (-આમ બે દોષ આવે છે). [ તેન વિત્ નિયતં દજ્ઞપ્તિરૂપા અસ્તુ] માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો.
ભાવાર્થ:-સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યપ્રતિભાસરૂપ ( -દર્શનરૂપ ) અને વિશેષપ્રતિભાસરૂપ ( -જ્ઞાનરૂપ ) હોવી જોઈએ. જો ચેતના પોતાની દર્શનજ્ઞાનરૂપતાને છોડે તો ચેતનાનો જ અભાવ થતાં, કાં તો ચેતન આત્માને (પોતાના ચેતનાગુણનો અભાવ થવાથી) જડપણું આવે, અથવા તો વ્યાપકના અભાવથી વ્યાપ્ય એવા આત્માનો અભાવ થાય. (ચેતના આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતી હોવાથી વ્યાપક છે અને આત્મા ચેતન હોવાથી ચેતનાનું વ્યાપ્ય છે. તેથી ચેતનાનો અભાવ થતાં આત્માનો પણ અભાવ થાય.) માટે ચેતના દર્શનજ્ઞાનસ્વરૂપ જ માનવી.
અહીં તાત્પર્ય એવું છે કે–સાંખ્યમતી આદિ કેટલાક લોકો સામાન્ય ચેતનાને જ માની એકાંત કહે છે, તેમનો નિષેધ કરવા માટે ‘વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષરૂપ છે તેથી ચેતનાને સામાન્યવિશેષરૂપ અંગીકાર કરવી' એમ અહીં જણાવ્યું છે. ૧૮૩.
હવે આગળના કથનની સૂચનારૂપ શ્લોક કહે છે:
શ્લોકાર્થ:- [વિત: ] ચૈતન્યનો ( આત્માનો ) તો [y: ચિન્મય: yવ ભાવ: ] એક ચિન્મય જ ભાવ છે, [યે પરે ભાવા: ] જે બીજા ભાવો છે [તે જિન પરેષામ્] તે ખરેખર ૫૨ના ભાવો છે; [તત: ] માટે [ચિન્મય: ભાવ: વ ગ્રાહ્યઃ ] ( એક ) ચિન્મય ભાવ જ ગ્રહણ કરવાયોગ્ય છે, [પરે માવા: સર્વત: વ હૈયા:] બીજા ભાવો સર્વથા છોડવાયોગ્ય છે. ૧૮૪.
હવે આ ઉપદેશની ગાથા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com