________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષ અધિકાર
को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे । मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं ।। ३०० ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान् । ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम् ।। ३०० ।।
यो हि परात्मनोर्नियतस्वलक्षणविभागपातिन्या प्रज्ञया ज्ञानी स्यात्, स खल्वेकं चिन्मात्रं भावमात्मीयं जानाति, शेषांश्च सर्वानेव भावान् परकीयान् जानाति। एवं च जानन् कथं परभावान्ममामी इति બ્રૂયાત્? परात्मनोर्निश्चयेन स्वस्वामिसम्बन्धस्यासम्भवात्। अतः सर्वथा चिद्भाव एव गृहीतव्यः, शेषाः सर्वे एव भावाः प्रहातव्या इति सिद्धान्तः ।
સૌ ભાવ જે ૫૨કીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ શાની ‘મારું આ ’ એવું વચન બોલે ખ૨ે ? ૩૦૦.
૪૪૧
ગાથાર્થ:- [ સર્વાનું માવાન્] સર્વ ભાવોને [પળીયાન્] પારકા [જ્ઞાત્વા] જાણીને [: નામ વુધ: ] કોણ જ્ઞાની, [આત્માનમ્] પોતાને [ શુદ્ધમ્] શુદ્ધ [ જ્ઞાનમ્ ] જાણતો થકો, [વમ્ મન] ‘આ મારું છે' (‘આ ભાવો મારા છે') [તિ ચ વવનમ્] એવું વચન [ મળેતા ] બોલે ?
ટીકા:-જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે' એમ કેમ કહે ? ( ન જ કહે; ) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે–એવો સિદ્ધાંત છે.
ભાવાર્થ:-લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્ગાની છે, તે સમસ્ત પદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com