________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
મોક્ષ અધિકાર
૪૩૯
ननु कथं चेतना दर्शनज्ञानविकल्पौ नातिक्रामति येन चेतयिता द्रष्टा ज्ञाता च स्यात् ? उच्यते-चेतना तावत्प्रतिभासरूपा; सा तु, सर्वेषामेव वस्तूनां सामान्यविशेषात्मकत्वात्, द्वैरूप्यं नातिक्रामति। ये तु तस्या द्वे रूपे ते दर्शनज्ञाने। ततः सा ते नातिक्रामति। यद्यतिक्रामति, सामान्यविशेषातिक्रान्तत्वाचेतनैव न भवति। तदभावे द्वौ दोषौ-स्वगुणोच्छेदाच्चेतनस्याचेतनतापत्तिः, व्यापकाभावे व्याप्यस्य चेतनस्याभावो वा। ततस्तद्दोषभयाद्दर्शनज्ञानात्मिकैव चेतनाभ्युपगन्तव्या।
(શાર્વવિક્રીડિત) अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजेत् तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत्। तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चान्तमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपाऽस्तु चित्।। १८३ ।।
હવે આ બે ગાથાઓમાં દ્રષ્ટા અને જ્ઞાતાનો અનુભવ કરાવ્યો છે, કારણ કે ચેતનાસામાન્ય દર્શનશાનવિશેષોને ઉલ્લંઘતી નથી. અહીં પણ, છ કારકરૂપ ભેદઅનુભવન કરાવી, પછી અભેદ-અનુભવનની અપેક્ષાએ કારકભેદ દૂર કરાવી, દ્રષ્ટાજ્ઞાતામાત્રનો અનુભવ કરાવ્યો છે.)
(ટીકા:-) અહીં પ્રશ્ન થાય છે કે-ચેતના દર્શનજ્ઞાનભેદોને કેમ ઉલ્લંઘતી નથી કે જેથી ચેતનારો દ્રષ્ટા તથા જ્ઞાતા હોય છે? તેનો ઉત્તર કહેવામાં આવે છે:-પ્રથમ તો ચેતના પ્રતિભાસરૂપ છે. તે ચેતના દ્વિરૂપતાને અર્થાત્ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી, કારણ કે સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. (બધીયે વસ્તુઓ સામાન્ય-વિશેષસ્વરૂપ છે, તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ બે-રૂપપણાને ઉલ્લંઘતી નથી.) તેનાં જે બે રૂપો છે તે દર્શન અને જ્ઞાન છે. માટે તે તેમને (-દર્શનજ્ઞાનને) ઉલ્લંઘતી નથી. જો ચેતના દર્શન જ્ઞાનને ઉલ્લશે તો સામાન્યવિશેષને ઉલ્લંઘવાથી ચેતના જ ન હોય (અર્થાત્ ચેતનાનો અભાવ થાય). તેના અભાવમાં બે દોષ આવે- (૧) પોતાના ગુણનો નાશ થવાથી ચેતનને અચેતનપણું આવી પડ, અથવા (૨) વ્યાપકના (-ચેતનાના-) અભાવમાં વ્યાપ્ય એવા ચેતનનો (આત્માનો) અભાવ થાય. માટે તે દોષોના ભયથી ચેતનાને દર્શનજ્ઞાનસ્વરૂપ જ અંગીકાર કરવી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થઃ- [નરાતિ દિ ચેતના કતા] જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે. [ ત સ દજ્ઞપ્તિપં ત્યવેત્] તોપણ જો તે દર્શનજ્ઞાનરૂપને છોડ [ તત્સામાન્યવિશેષાવિરદાન્] તો સામાન્ય વિશેષરૂપના અભાવથી [સ્તિત્વમ્ વ ત્યને]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com