________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
कह सो घिप्पदि अप्पा पण्णाए सो दु घिप्पदे अप्पा। जह पण्णाइ विभत्तो तह पण्णाएव घेत्तव्यो।। २९६ ।।
कथं स गृह्यते आत्मा प्रज्ञया स तु गृह्यते आत्मा।
यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः ।। २९६ ।। ननु केन शुद्धोऽयमात्मा गृहीतव्यः ? प्रज्ञयैव शुद्धोऽयमात्मा गृहीतव्यः, शुद्धस्यात्मनः स्वयमात्मानं गृह्णतो, विभजत इव, प्रज्ञैककरणत्वात्। अतो यथा प्रज्ञया विभक्तस्तथा प्रज्ञयैव गृहीतव्यः।
कथमयमात्मा प्रज्ञया गृहीतव्य इति चेत्पण्णाए चित्तव्यो जो चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णादव्वा।। २९७ ।।
એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે; પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો, ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
ગાથાર્થ:- ( શિષ્ય પૂછે છે કે-) [: માત્મા ] તે (શુદ્ધ) આત્મા [ 5થે ] કઈ રીતે [ઘતે] ગ્રહણ કરાય? (આચાર્યભગવાન ઉત્તર આપે છે કે-) [ પ્રજ્ઞયા તુ] પ્રજ્ઞા વડ [: માત્મા] તે (શુદ્ધ) આત્મા [મૃઘતે ગ્રહણ કરાય છે. [યથા] જેમ [પ્રજ્ઞયા] પ્રજ્ઞા વડે [ વિમm:] ભિન્ન કર્યો, [ તથા ] તેમ [પ્રજ્ઞયા વ ] પ્રજ્ઞા વડે જ [ Jદીતવ્ય:] ગ્રહણ કરવો.
ટીકા-શુદ્ધ એવો આ આત્મા શા વડે ગ્રહણ કરવો? પ્રજ્ઞા વડે જ શુદ્ધ એવો આ આત્મા ગ્રહણ કરવો; કારણ કે શુદ્ધ આત્માને, પોતે પોતાને ગ્રહતાં, પ્રજ્ઞા જ એક કરણ છે-જેમ ભિન્ન કરતાં પ્રજ્ઞા જ એક કરણ હતું તેમ. માટે જેમ પ્રજ્ઞા વડે ભિન્ન કર્યો તેમ પ્રજ્ઞા વડે જ ગ્રહણ કરવો.
ભાવાર્થ:-
ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો જાદાં નથી; માટે પ્રજ્ઞા વડ જ આત્માને ભિન્ન કર્યો અને પ્રજ્ઞા વડ જ ગ્રહણ કરવો.
હવે પુછે છે કે આ આત્માને પ્રજ્ઞા વડે કઈ રીતે ગ્રહણ કરવો? તેનો ઉત્તર કહે
પ્રજ્ઞાથી ગ્રહવો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com