________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકાર
૪૩૩
आत्मबन्धौ द्विधा कृत्वा किं कर्तव्यमिति चेत्जीवो बंधो य तहा छिज्जति सलक्खणेहिं णियएहिं। बंधो छेदेदव्वो सुद्धो अप्पा य घेत्तव्यो।। २९५ ।।
जीवो बन्धश्च तथा छिद्येते स्वलक्षणाभ्यां नियताभ्याम्। बन्धरछेत्तव्यः शुद्ध आत्मा च गृहीतव्यः।। २९५ ।।
आत्मबन्धौ हि तावन्नियतस्वलक्षणविज्ञानेन सर्वथैव छत्तव्यौ; ततो रागादिलक्षण: समस्त एव बन्धो निर्मोक्तव्यः, उपयोगलक्षण: शुद्ध आत्मैव गृहीतव्यः। एतदेव किलात्मबन्धयोर्बिधाकरणस्य प्रयोजनं यद्वन्धत्यागेन शुद्धात्मोपादानम्।
આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું” એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છે:
જીવ-બંધ ક્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫.
ગાથાર્થ - [ તથા] એ રીતે [ નીવ: વન્ય: ૨] જીવ અને બંધ [ નિયતાન્યામ સ્વનક્ષણામ્યાં ] તેમનાં નિશ્ચિત સ્વલક્ષણોથી [ fછદ્યતે] છેડાય છે. [વશ્વ: ] ત્યાં, બંધને [છેત્તવ્ય: ] છેદવો અર્થાત્ છોડવો [ ] અને [ શુદ્ધ: માત્મા ] શુદ્ધ આત્માને [ગૃહીતવ્ય:] ગ્રહણ કરવો.
ટીકાઃ-આત્મા અને બંધને પ્રથમ તો તેમનાં નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા જ છેદવા અર્થાત્ ભિન્ન કરવા; પછી, રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધ આત્માને જ ગ્રહણ કરવો. આ જ ખરેખર આત્મા અને બંને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી (અર્થાત્ બંધનો ત્યાગ કરી ) શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
ભાવાર્થ-શિષ્ય પૂછયું હતું કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું? તેનો આ ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું.
(“આત્મા અને બંધને ભિન્ન તો પ્રજ્ઞા વડે કર્યા પરંતુ આત્માને ગ્રહણ શા વડે કરાય?”—એવા પ્રશ્નની તથા તેના ઉત્તરની ગાથા કહે છે -
Please inform us of any errors on rajesh@AtmaDharma.com