________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૨
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
( ) प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य। आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे । बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। १८१ ।।
એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદી જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન (નિષ્પમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [ ફાં શિતા પ્રજ્ઞાછેત્રી] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [ નિપુ:] પ્રવીણ પુરુષો વડે [ વચમ્ ]િ કોઈ પણ પ્રકારે (-યત્નપૂર્વક) [ સાવધાનૈ.] સાવધાનપણે (નિષ્પમાદપણે ) [ પાતિતા] પટકવામાં આવી થકી, [ ––૩મયર્ચ સૂક્ષ્મ અન્ત:સવિષે] આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં (-અંદરની સાધના જોડાણમાં) [ રમાત્] શીધ્ર [ નિપતતિ] પડે છે. કેવી રીતે પડે છે? [ ગાત્માનમ્ સર્વો:-રિથર–વિશ–7–ાનિ ચૈતન્યપૂરે મમ્] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી [૨] અને [વશ્વમ્ અજ્ઞાનમાવે નિયમિત ] બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી- [ ગમત: મિન્નમિત્રી ર્વતી] એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
ભાવાર્થ:-અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. ૧૮૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com