________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
ततः स्थितमेतत्रागम्हि य दासम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदे चेदा।। २८२ ।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति चेतयिता।। २८२ ।। य इमे किलाज्ञानिनः पुद्गलकर्मनिमित्ता रागद्वेषमोहादिपरिणामास्त एव भूयो रागद्वेषमोहादिपरिणामनिमित्तस्य पुद्गलकर्मणो बन्धहेतुरिति।
कथमात्मा रागादीनामकारक एवेति चेत्
ભાવાર્થ-અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.
તેથી આમ ઠર્યું (અર્થાત્ પૂર્વોક્ત કારણથી નીચે પ્રમાણે નક્કી થયું) ” એમ હવે કહે છે:
એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે, તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.
ગાથાર્થઃ- [રા ર લેશે જ કષાયમંડુ વ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ માવા: ] જે ભાવો થાય છે [તૈ: તુ] તે-રૂપે [પરિણમેમાન:] પરિણમતો થકો [ વેયિતા] આત્મા [રાવીન] રાગાદિકને [ વનાતિ] બાંધે છે.
ટીકાઃ-ખરેખર અજ્ઞાનીને, પુદ્ગલકર્મ જેમનું નિમિત્ત છે એવા જે આ રાગદ્વેષમોહાદિ પરિણામો છે, તેઓ જ ફરીને રાગદ્વેષમોહાદિ પરિણામોનું નિમિત્ત જે પુદ્ગલકર્મ તેના બંધનું કારણ છે.
ભાવાર્થ-અજ્ઞાનીને કર્મના નિમિત્તે જે રાગદ્વેષમોહ આદિ પરિણામો થાય છે તેઓ જ ફરીને આગામી કર્મબંધનાં કારણે થાય છે.
હવે પૂછે છે કે આત્મા રાગાદિકનો અકારક જ શી રીતે છે? તેનું સમાધાન (આગમનું પ્રમાણ આપીને) કરે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com