________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧)
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
त्वाद्दर्शनं, षड्जीवनिकायश्चारित्रस्याश्रयत्वाचारित्रमिति व्यवहारः। शुद्ध आत्मा ज्ञानाश्रयत्वाज्ज्ञानं, शुद्ध आत्मा दर्शनाश्रयत्वाद्दर्शनं, शुद्ध आत्मा चारित्राश्रयत्वाचारित्रमिति निश्चयः। तत्राचारादीनां ज्ञानाद्याश्रयत्वस्यानैकान्तिकत्वाव्यवहारनयः प्रतिषेध्यः। निश्चयनयस्तु शुद्धस्यात्मनो ज्ञानाद्याश्रयत्वस्यैकान्तिकत्वात्तत्प्रतिषेधकः। તથાપ્તિ
नाचारादिशब्दश्रुतमेकान्तेन ज्ञानस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन ज्ञानस्याभावात; न च जीवादयः पदार्था दर्शनस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन दर्शनस्याभावात; न च षड्जीवनिकाय: चारित्रस्याश्रयः, तत्सद्भावेऽप्यभव्यानां शुद्धात्माभावेन चारित्रस्याभावात्। शुद्ध आत्मैव ज्ञानस्याश्रयः, आचारादिशब्दश्रुतसद्भावेऽसद्भावे वा तत्सद्भावेनैव ज्ञानस्य सद्भावात्; शुद्ध आत्मैव दर्शन
દર્શનનો આશ્રય છે, અને છ જીવ-નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે કારણ કે તે (શુદ્ધ આત્મા) જ્ઞાનનો આશ્રય છે, શુદ્ધ આત્મા દર્શન છે કારણ કે તે દર્શનનો આશ્રય છે, અને શુદ્ધ આત્મા ચારિત્ર છે કારણ કે તે ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે નિશ્ચય છે. તેમાં, વ્યવહારનય પ્રતિષેધ્ય અર્થાત્ નિષેધ્ય છે, કારણ કે આચારાંગ આદિને જ્ઞાનાદિનું આશ્રયપણું અનૈકાંતિક છે-વ્યભિચારયુક્ત છે; (શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રયસ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતાં, માટે વ્યવહારનય પ્રતિષેધ્ય છે; ) અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. (શુદ્ધ આત્માને જ્ઞાનાદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય જ છે.) આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે -
આચારાંગ આદિ શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણ કે તેના (અર્થાત્ શબ્દશ્રુતના) સદભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે; જીવ આદિ નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે; છ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે, કારણ કે આચારાંગ આદિ શબ્દશ્રુતના સદ્ભાવમાં કે અસદ્ભાવમાં તેના (અર્થાત્ શુદ્ધ આત્માના) સભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે; શુદ્ધ આત્મા જ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com