________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૮
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
अभव्यो हि नित्यकर्मफलचेतनारूपं वस्तु श्रद्धत्ते, नित्यज्ञानचेतनामात्रं न तु श्रद्धत्ते, नित्यमेव भेदविज्ञानानर्हत्वात्। ततः स कर्ममोक्षनिमित्तं ज्ञानमात्रं भूतार्थ धर्म न श्रद्धत्ते, भोगनिमित्तं शुभकर्ममात्रमभूतार्थमेव श्रद्धत्ते। तत एवासौ अभूतार्थधर्मश्रद्धानप्रत्ययनरोचनस्पर्शनैरुपरितनग्रैवेयकभोगमात्रमास्कन्देत्, न पुन: कदाचनापि विमुच्येत। ततोऽस्य भूतार्थधर्मश्रद्धानाभावात् श्रद्धानमपि नास्ति। एवं सति तु निश्चयनयस्य व्यवहारनयप्रतिषेधो युज्यत एव।
છે, [ ન તુ મૈક્ષયનિમિત્તત્] પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નહિ. (કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મને નથી શ્રદ્ધાંતો, નથી તેની પ્રતીતિ કરતો, નથી તેની રુચિ કરતો અને નથી તેને સ્પર્શતો.)
ટીકાઃ-અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધા છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે (અભવ્ય) સદાય (સ્વપરના) ભેદવિજ્ઞાનને અયોગ્ય છે. માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ (સત્યાર્થ) ધર્મને નથી શ્રદ્ધાંતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધ છે; તેથી જ તે અભૂતાર્થ ધર્મનાં શ્રદ્ધાન, પ્રતીત, રુચિ અને સ્પર્શનથી ઉપરના રૈવેયક સુધીના ભોગમાત્રને પામે છે પરંતુ કદાપિ કર્મથી છૂટતો નથી. તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે (સાચું ) શ્રદ્ધાન પણ નથી.
આમ હોવાથી નિશ્ચયનય વડે વ્યવહારનયનો નિષેધ યોગ્ય જ છે.
ભાવાર્થ:-અભવ્ય જીવને ભેદજ્ઞાન થવાની યોગ્યતા નહિ હોવાથી તે કર્મફળચેતનાને જાણે છે પરંતુ જ્ઞાનચેતનાને જાણતો નથી; તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી.
આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.
અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગ્રંથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે; એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com