________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૪૦૭
ज्ञानमपि नासौ श्रद्धत्ते। ज्ञानमश्रद्दधानश्चाचाराद्येकादशाङ्गं श्रुतमधीयानोऽपि श्रुताध्ययन- गुणाभावान्न ज्ञानी स्यात्। स किल गुणः श्रुताध्ययनस्य यद्विविक्तवस्तुभूतज्ञानमयात्मज्ञानं; तच्च विविक्तवस्तुभूतं ज्ञानमश्रद्दधानस्याभव्यस्य श्रुताध्ययनेन न विधातुं शक्येत। ततस्तस्य तद्गुणाभावः। ततश्च ज्ञानश्रद्धानाभावत् सोऽज्ञानीति प्रतिनियतः।
तस्य धर्मश्रद्धानमस्तीति चेत्
सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पणो य फासेदि। धम्म भोगणिमित्तं ण दु सो कम्मक्खयणिमित्तं ।। २७५ ।।
श्रद्दधाति च प्रत्येति च रोचयति च तथा पुनश्च स्पृशति। धर्म भोगनिमित्तं न तु स कर्मक्षयनिमित्तम्।। २७५ ।।
જ્ઞાનથી શૂન્ય હોવાને લીધે, નથી શ્રદ્ધતો. તેથી જ્ઞાનને પણ તે નથી શ્રદ્ધતો. અને જ્ઞાનને નહિ શ્રદ્ધતો તે, આચારાંગ આદિ અગિયાર અંગરૂપ શ્રુતને (શાસ્ત્રને) ભણતો હોવા છતાં, શાસ્ત્ર ભણવાનો જે ગુણ તેના અભાવને લીધે જ્ઞાની નથી. જે ભિન્નવસ્તુભૂત જ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે; અને તે તો (અર્થાત્ એવું શુદ્ધાત્મજ્ઞાન તો), ભિન્નવસ્તુભૂત જ્ઞાનને નહિ શ્રદ્ધતા એવા અભવ્યને શાસ્ત્ર-ભણતર વડ કરી શકાતું નથી (અર્થાત્ શાસ્ત્ર-ભણતર તેને શુદ્ધાત્મજ્ઞાન કરી શક્યું નથી); માટે તેને શાસ્ત્ર ભણવાના ગુણનો અભાવ છે; અને તેથી જ્ઞાનશ્રદ્ધાનના અભાવને લીધે તે અજ્ઞાની ઠર્યો-નક્કી થયો.
ભાવાર્થ-અભવ્ય જીવ અગિયાર અંગ ભણે તો પણ તેને શુદ્ધ આત્માનું જ્ઞાનશ્રદ્ધાન થતું નથી; તેથી તેને શાસ્ત્રના ભણતરે ગુણ ન કર્યો અને તેથી તે અજ્ઞાની જ છે.
ફરી શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં તેને શ્રદ્ધાના નથી” એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છે:
તે ધર્મને શ્રદ્ધ, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે, તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને ૨૭૫.
ગાથાર્થ:- [સ:] તે ( અભવ્ય જીવ) [ મો નિમિત્ત ધર્મ] ભોગના નિમિત્તરૂપ ધર્મને જ [ શ્રદ્ધાતિ ] શ્રદ્ધ છે, [પ્રત્યેતિ ] તેની જ પ્રતીત કરે છે, [ રોવયતિ ] તેની જ રુચિ કરે છે તથા પુન: સ્પૃશતિ ર ] અને તેને જ સ્પર્શ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com