________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वपरयोरविवेके सति जीवस्याध्यवसितिमात्रमध्यवसानं; तदेव च बोधनमात्रत्वाद्बुद्धिः, व्यवसानमात्रत्वाद्व्यवसायः, मननमात्रत्वान्मतिः, विज्ञप्तिमात्रत्वाद्विज्ञानं, चेतनामात्रत्वाच्चित्तं, चितो भवनमात्रत्वाद्भाव:, चितः परिणमनमात्रत्वात्परिणामः।
બંધ અધિકાર
(શાર્દૂનવિદ્રીડિત) सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनै
स्तन्मन्ये व्यवहार एव निखिलोऽप्यन्याश्रयस्त्याजितः। सम्यङ्निश्चयमेकमेव तदमी निष्कम्पमाक्रम्य किं शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नन्ति सन्तो धृतिम् ।। १७३ ।।
ટીકા:-સ્વ-૫૨નો અવિવેક હોય (અર્થાત્ સ્વ-૫૨નું ભેદજ્ઞાન ન હોય ) ત્યારે જીવની અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
ભાવાર્થ:-આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના ને પરના એકપણાના નિશ્ચયરૂપ પરિણતિ વર્તે છે તેને બુદ્ધિ આદિ આઠ નામોથી કહેવામાં આવે છે.
૪૦૩
અધ્યવસાન ત્યાગવાયોગ્ય કહ્યાં છે તેથી એમ સમજાય છે કે વ્યવહારનો ત્યાગ કરાવ્યો છે અને નિશ્ચયનું ગ્રહણ કરાવ્યું છે’–એવા અર્થનું, આગળના કથનની સૂચનારૂપ કાવ્ય હવે કહે છે:
=
શ્લોકાર્થ:-આચાર્યદેવ કહે છે કેઃ- [ સર્વત્ર યદ્ અય્યવસાનન્] સર્વ વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે [ વિનં] તે બધાય ( અધ્યવસાન ) [ નિનૈ: ] જિન ભગવાનોએ [વસ્] પૂર્વોક્ત રીતે [ ત્યાખ્યું ઉ ં] ત્યાગવાયોગ્ય કહ્યાં છે [તત્] તેથી [મળ્યે] અમે એમ માનીએ છીએ કે [અન્ય-આશ્રય: વ્યવહાર: વ નિષિત: અપિ ત્યાનિત: ] ‘૫૨ જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે.' [તત્]
૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા ) નિશ્ચિતિ; (ખોટો ) નિશ્ચય હોવો તે.
૨. વ્યવસાન
કામમાં લાગ્યા રહેવું તે; ઉધમી હોવું તે; નિશ્ચય હોવો તે. ૩. મનન = માનવું તે; જાણવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com