________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦૪
[ભગવાનશ્રીકુંદકુંદ
एवं ववहारणओ पडिसिद्धो जाण णिच्छयणएण । णिच्छयणयासिदा पुण मुणिणो पावंति णिव्वाणं ।। २७२ ।। एवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन । निश्चयनयाश्रिताः पुनर्मुनयः प्राप्नुवन्ति निर्वाणम् ।। २७२ ।।
સમયસાર
आत्माश्रितो निश्चयनयः, पराश्रितो व्यवहारनयः । तत्रैवं निश्चयनयेन पराश्रितं समस्तमध्यवसानं बन्धहेतुत्वेन मुमुक्षोः प्रतिषेधयता व्यवहारनय एव किल
તો પછી, [ અમી સન્ત: ] આ સત્પુરુષો [પુન્ સમ્યક્ નિશ્ચયમ્ વ નિમ્નમ્ ગામ્ય એક સમ્યક્ નિશ્ચયને જ નિકંપપણે અંગીકાર કરીને [ શુદ્ધજ્ઞાનપને નિષ્ઠે મહિનિ] શુદ્ધજ્ઞાનથનસ્વરૂપ નિજ મહિમામાં (-આત્મસ્વરૂપમાં) [ ધૃતિમ્ ત્રિં નવøન્તિ] સ્થિરતા કેમ ધરતા નથી ?
ભાવાર્થ:જિનેશ્વરદેવે અન્ય પદાર્થોમાં આત્મબુદ્ધિરૂપ અધ્યવસાન છોડાવ્યાં છે તેથી આ પરાશ્રિત વ્યવહાર જ બધોય છોડાવ્યો છે એમ જાણવું. માટે ‘શુદ્ધજ્ઞાનસ્વરૂપ પોતાના આત્મામાં સ્થિરતા રાખો' એવો શુદ્ઘનિશ્ચયના ગ્રહણનો ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. વળી, “ જો ભગવાને અધ્યવસાન છોડાવ્યાં છે તો હવે સત્પુરુષો નિશ્ચયને નિષ્કપપણે અંગીકાર કરી સ્વરૂપમાં કેમ નથી ઠરતા-એ અમને અચરજ છે” એમ કહીને આચાર્યદેવે આશ્ચર્ય બતાવ્યું છે. ૧૭૩.
હવે આ અર્થને ગાથામાં કહે છે:
વ્યવહા૨નય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી; નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.
ગાથાર્થ:- [vi] એ રીતે (પૂર્વોક્ત રીતે ) [ વ્યવહારનય: ] ( પરાશ્રિત એવો ) વ્યવહારનય [નિશ્ચયનયેન] નિશ્ચયનય વડે [પ્રતિષિદ્ધ: નાનીદિ] નિષિદ્ધ જાણ; [પુન: નિશ્ચયનયાશ્રિતા: ] નિશ્ચયનયને આશ્રિત [ મુનય: ] મુનિઓ [ નિર્વાણમ્ ] નિર્વાણને [પ્રાળુવન્તિ ] પામે છે.
ટીકા:-આત્માશ્રિત ( અર્થાત્ સ્વ-આશ્રિત ) નિશ્ચયનય છે, પરાશ્રિત ( અર્થાત્ પરને આશ્રિત ) વ્યવહારનય છે. ત્યાં, પૂર્વોક્ત રીતે પરાશ્રિત સમસ્ત અધ્યવસાન (અર્થાત્ પોતાના ને પરના એકપણાની માન્યતાપૂર્વક પરિણમન) બંધનું કારણ હોવાને લીધે મુમુક્ષુને તેનો ( –અધ્યવસાનનો) નિષેધ કરતા એવા નિશ્ચયનય વડે ખરેખર વ્યવહારનયનો જ નિષેધ કરાયો છે, કારણ કે વ્યવહારનયને પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com