________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રીકુંદકુંદ
र्ज्योतिषोऽत्यन्तमज्ञानादिरूपत्वाभावात्, शुभेनाशुभेन वा कर्मणा न खलु लिप्येरन् ।
૪૦૨
સમયસાર
किमेतदध्यवसानं नामेति चेत्
बुद्धी ववसाओ वि य अज्झवसाणं मदी य विण्णाणं । एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो ॥। २७१ ।।
बुद्धिर्व्यवसायोऽपि च अध्यवसानं मतिश्च विज्ञानम्। एकार्थमेव सर्व चित्तं भावश्च परिणामः ।। २७१ ।।
અત્યંત અભાવ હોવાથી (અર્થાત્ અંતરંગમાં પ્રકાશતી જ્ઞાનજ્યોતિ જરા પણ અજ્ઞાનરૂપ, મિથ્યાદર્શનરૂપ અને અચારિત્રરૂપ નહિ થતી હોવાથી) શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.
ભાવાર્થ:-આ જે અધ્યવસાનો છે તે ‘હું પરને હણું છું' એ પ્રકારનાં છે, ‘હું નારક છું' એ પ્રકારનાં છે તથા ‘હું પરદ્રવ્યને જાણું છું' એ પ્રકારનાં છે. તેઓ, જ્યાં સુધી આત્માનો ને રાગાદિકનો, આત્માનો ને નારકાદિ કર્મોદયજનિત ભાવોનો તથા આત્માનો ને જ્ઞેયરૂપ અન્યદ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય, ત્યાં સુધી પ્રવર્તે છે. તેઓ ભેદજ્ઞાનના અભાવને લીધે મિથ્યાજ્ઞાનરૂપ છે, મિથ્યાદર્શનરૂપ છે અને મિથ્યાચારિત્રરૂપ છે; એમ ત્રણ પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિકુંજરો છે. તેઓ આત્માને સમ્યક્ જાણે છે, સમ્યક્ શ્રદ્ધે છે અને સમ્યક્ આચરે છે, તેથી અજ્ઞાનના અભાવથી સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી.
66
અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છે:
બુદ્ધિ, મતિ, વ્યવસાય, અધ્યવસાન, વળી વિજ્ઞાન ને પરિણામ, ચિત્ત ને ભાવ-શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થ:- [વૃદ્ધિ: ] બુદ્ધિ, [વ્યવસાય: અપિ =] વ્યવસાય, [અધ્યવસાન ] અધ્યવસાન, [મતિ: ૬] મતિ, [વિજ્ઞાનક્] વિજ્ઞાન, [વિત્ત] ચિત્ત, [ભાવ: ] ભાવ [૪] અને [ પરિણામ: ] પરિણામ- [ સર્વ] એ બધા [vīર્થક્ વ ] એકાર્થ જ છે ( - નામ, જુદાં છે, અર્થ જુદા નથી ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com