________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च। सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ।। २६९ ।। सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्। देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम्।। २६८ ।। धर्माधर्म च तथा जीवाजीवौ अलोकलोकं च। सर्वान् करोति जीवः अध्यवसानेन आत्मानम्।। २६९ ।।
यथायमेवं क्रियागर्भहिंसाध्यवसानेन हिंसकं, इतराध्यवसानैरितरं च आत्मात्मानं कुर्यात्, तथा विपच्यमाननारकाध्यवसानेन नारकं, विपच्यमानतिर्यगध्यवसानेन तिर्यञ्चं, विपच्यमानमनुष्याध्यवसानेन मनुष्यं, विपच्यमानदेवाध्यवसानेन देवं, विपच्यमानसुखादिपुण्याध्यवसानेन पुण्यं, विपच्यमानदुःखादिपापाध्यवसानेन पापमात्मानं कुर्यात्।।
વળી એમ ધર્મ અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯.
ગાથાર્થ- [ નીવડ] જીવ [ અધ્યવસાન] અધ્યવસાનથી [ તિર્થફેરવિવાન] તિર્યંચ, નારક, [ વેવમનુનાન્ ] દેવ અને મનુષ્ય [સર્વાન] એ સર્વ પર્યાયો, [૨] તથા [ નૈવવિધ] અનેક પ્રકારનાં [પુષ્ય પાપ ] પુણ્ય અને પાપ- [ સર્વાન] એ બધારૂપ [વરાતિ] પોતાને કરે છે. [તથા ] વળી તેવી રીતે [ નીવ: ] જીવ [3ષ્યવસાન] અધ્યવસાનથી [ ધર્મ] ધર્મ-અધર્મ, [ નીવાળીવી] જીવ-અજીવ [૨] અને [નોરતો] લોક-અલોક- [સર્વાન] એ બધારૂપ [માત્માનમ્ રોતિ] પોતાને કરે છે.
ટીકા-જેવી રીતે આ આત્મા પૂર્વોકત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદ્યમાં આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (-નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે
* હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી
ભરેલાં છે, અર્થાત્ તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com