SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] બંધ અધિકાર ૩૯૭ वसायस्याभावेऽपि बध्यते, मुच्यते च। ततः परत्राकिञ्चित्करत्वान्नेदमध्यवसानं स्वार्थक्रियाकारि; ततश्च मिथ्यैवेति भावः। (નુકુમ ) अनेनाध्यवसायेन निष्फलेन विमोहितः। तत्किञ्चनापि नैवास्ति नात्मात्मानं करोति यत्।। १७१ ।। सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं।। २६८ ।। સદભાવથી, તે અધ્યવસાયનો અભાવ હોવા છતાં પણ, બંધાય છે, મુકાય છે. માટે પરમાં અકિંચિત્થર હોવાથી (અર્થાત્ કાંઈ નહિ કરી શકતું હોવાથી) આ અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું નથી; અને તેથી મિથ્યા જ છે.-આવો ભાવ (આશય ) છે. ભાવાર્થ-જે હેતુ કાંઈ પણ ન કરે તે અકિંચિત્કર કહેવાય છે. આ બાંધવાછોડવાનું અધ્યવસાન પણ પરમાં કાંઈ કરતું નથી, કારણ કે તે અધ્યવસાન ન હોય તોપણ જીવ પોતાના સરાગ-વીતરાગ પરિણામથી બંધ-મોક્ષને પામે છે, અને તે અધ્યવસાન હોય તો પણ પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી બંધ-મોક્ષને નથી પામતો. આ રીતે અધ્યવસાન પરમાં અકિંચિત્કર હોવાથી સ્વ-અર્થક્રિયા કરનારું નથી અને તેથી મિથ્યા છે. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ શ્લોકાર્થઃ- [ અને નિષ્પક્સેન અધ્યવસાયેન મોહિતઃ] આ નિષ્ફળ (નિરર્થક ) અધ્યવસાયથી મોહિત થયો થકો [ મીત્મા] આત્મા [ તત્ વિસૈન પિ ન થવું મસ્તિ ય માત્માનું ન રોતિ] પોતાને સર્વરૂપ કરે છે, –એવું કાંઈ પણ નથી કે જે-રૂપ પોતાને ન કરતો હોય. ભાવાર્થ-આ આત્મા મિથ્યા અભિપ્રાયથી ભૂલ્યો થકો ચતુર્ગતિ-સંસારમાં જેટલી અવસ્થાઓ છે, જેટલા પદાર્થો છે તે સર્વરૂપ પોતાને થયેલો માને છે; પોતાના શુદ્ધ સ્વરૂપને નથી ઓળખતો. ૧૭૧. હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છે – તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy