________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
भावात्, खकुसुमं लुनामीत्यध्यवसानवन्मिथ्यारूपं, केवलमात्मनोऽनर्थायैव।
कुतो नाध्यवसानं स्वार्थक्रियाकारीति चेत्
अज्झवसाणणिमित्तं जीवा बज्झति कम्मणा जदि हि । मुच्चति मोक्खमग्गे ठिदा य ता किं करेसि तुमं ।। २६७ ।।
अध्यवसाननिमित्तं जीवा बध्यन्ते कर्मणा यदि हि ।
मुच्यन्ते मोक्षमार्गे स्थिताश्च तत् किं करोषि त्वम्।। २६७ ।।
यत्किल बन्धयामि मोचयामीत्यध्यवसानं तस्य हि स्वार्थक्रिया यद्बन्धनं मोचनं जीवानाम्। जीवस्त्वस्याध्यवसायस्य सद्भावेऽपि सरागवीतरागयोः स्वपरिणामयोः अभावान्न बध्यते, न मुच्यते; सरागवीतरागयोः स्वपरिणामयोः सद्भावात्तस्याध्य
નહિ હોવાને લીધે પોતાની અર્થક્રિયા કરનારું નહિ હોવાથી, ‘હું આકાશના ફૂલને ચૂંટું છું' એવા અધ્યવસાનની માફક મિથ્યારૂપ છે, કેવળ પોતાના અનર્થને માટે જ છે (અર્થાત્ માત્ર પોતાને જ નુકસાનનું કારણ થાય છે, ૫૨ને તો કાંઈ કરી શકતું નથી ).
ભાવાર્થ:-જે પોતાની અર્થક્રિયા (–પ્રયોજનભૂત ક્રિયા ) કરી શકતું નથી તે નિરર્થક છે, અથવા જેનો વિષય નથી તે નિરર્થક છે. જીવ ૫૨ જીવોને દુઃખી-સુખી આદિ કરવાની બુદ્ધિ કરે છે, પરંતુ પ૨ જીવો તો પોતાના કર્યા દુઃખી-સુખી થતા નથી; તેથી તે બુદ્ધિ નિરર્થક છે અને નિરર્થક હોવાથી મિથ્યા છે-ખોટી છે.
હવે પૂછે છે કે અધ્યવસાન પોતાની અર્થક્રિયા કરનારું કઈ રીતે નથી? તેનો ઉત્તર કહે છે:
સૌ જીવ અધ્યવસાનકારણ કર્મથી બંધાય જ્યાં
ને મોક્ષમાર્ગે સ્થિત જીવો મુકાય, તું શું કરે ભલા ? ૨૬૭.
ગાથાર્થ:-હે ભાઈ ! [વિ ૪િ] જો ખરેખર [અધ્યવસાનનિમિત્ત ] અધ્યવસાનના નિમિત્તે [ નીવા: ] જીવો [ ર્મળા વય્યન્તે] કર્મથી બંધાય છે [7] અને [ મોક્ષમાર્ગે સ્થિતા: ] મોક્ષમાર્ગમાં સ્થિત [મુષ્યન્ત] મુકાય છે, [તવ્] તો [ત્વમ્ વિ રોષિ] તું શું કરે છે? (તારો તો બાંધવા-છોડવાનો અભિપ્રાય વિફળ ગયો.)
ટીકા:-હું બંધાવું છું, મુકાવું છું' એવું જે અધ્યવસાન છે તેની પોતાની અર્થક્રિયા જીવોને બાંધવા, મૂકવા (-મૂત કરવા, છોડવા) તે છે. પરંતુ જીવ તો, આ અધ્યવસાયનો સદ્દભાવ હોવા છતાં પણ, પોતાના સરાગ-વીતરાગ પરિણામના અભાવથી નથી બંધાતો, નથી મુકાતો; અને પોતાના સરાગ-વીતરાગ પરિણામના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com