________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકારી
૩૯૯
तथैव च ज्ञायमानधर्माध्यवसानेन धर्म, ज्ञायमानाधर्माध्यवसानेनाधर्म, ज्ञायमानजीवान्तराध्यवसानेन जीवान्तरं, ज्ञायमानपुद्गलाध्यवसानेन पुद्गलं, ज्ञायमानलोकाकाशाध्यवसानेन लोकाकाशं, ज्ञायमानालोकाकाशाध्यवसानेनालोकाकाशमात्मानं कुर्यात्।
(ફુવન્ના) विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम्। मोहैककन्दोऽध्यवसाय एष नास्तीह येषां यतयस्त एव ।। १७२ ।।
અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. ( આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.)
ભાવાર્થ-આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ વિશ્વાતુ વિમ9: દિ] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા છતાં [માત્મા] આત્મા [ય—પ્રમાવાન્ માત્માનમ્ વિશ્વમ્ વિવાતિ] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે [: 31થ્યવસાય:] એવો આ અધ્યવસાય- [ મો– –
ન્દ્ર:] કે જેનું મોહુ જ એક મૂળ છે તે- [વેષ રૂદ નાસ્તિ] જેમને નથી [તે થવા યતય:] તે જ મુનિઓ છે. ૧૭ર.
આ અધ્યવસાય જેમને નથી તે મુનિઓ કર્મથી લપાતા નથી-એમ હવે ગાથામાં
કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com