SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] બંધ અધિકાર ૩૯૧ परजीवानां स्वकर्मोदयवैचित्र्यवशेन प्राणव्यपरोपः कदाचिद्भवतु, कदाचिन्मा भवतु, य एव हिनस्मीत्यहङ्काररसनिर्भरो हिंसायामध्यवसायः स एव निश्चयतस्तस्य बन्धहेतुः, निश्चयेन परभावस्य प्राणव्यपरोपस्य परेण कर्तुमशक्यत्वात्। अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति एवमलिए अदत्ते अबंभचेरे परिग्गहे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं ।। २६३ ।। तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव। कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं ।। २६४ ।। ટીકા-પર જીવોને પોતાના કર્મના ઉદયની વિચિત્રતાના વિશે પ્રાણોનો વ્યપરોપ (-ઉચ્છદ, વિયોગ) કદાચિત થાઓ, કદાચિત ન થાઓ, -“હું હસું છું' એવો જે અહંકારરસથી ભરેલો હિંસામાં અધ્યવસાય (અર્થાત્ હિંસાનો અધ્યવસાય) તે જ નિશ્ચયથી તેને ( હિંસાનો અધ્યવસાય કરનારા જીવને ) બંધનું કારણ છે, કેમ કે નિશ્ચયથી પરનો ભાવ એવો જે પ્રાણોનો વ્યપરોપ તે પરથી કરાવો અશક્ય છે (અર્થાત્ તે પરથી કરી શકાતો નથી). ભાવાર્થ-નિશ્ચયનયે બીજાના પ્રાણોનો વિયોગ બીજાથી કરી શકાતો નથી; તેના પોતાના કર્મના ઉદયની વિચિત્રતાવશ કદાચિત થાય છે, કદાચિત નથી થતો. માટે જે એમ માને છે-અહંકાર કરે છે કે “હું પર જીવને મારું છું', તેનો તે અહંકારરૂપ અધ્યવસાય અજ્ઞાનમય છે. તે અધ્યવસાય જ હિંસા છે-પોતાના વિશુદ્ધ ચૈતન્યપ્રાણનો વાત છે, અને તે જ બંધનું કારણ છે. આ નિશ્ચયનયનો મત છે. અહીં વ્યવહારનયને ગૌણ કરીને કહ્યું છે એમ જાણવું. માટે તે કથન કથંચિત્ (અર્થાત્ અપેક્ષાપૂર્વક) છે એમ સમજવું; સર્વથા એકાંતપક્ષ તો મિથ્યાત્વ છે. હવે, ( હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છે: એમ અલીકમાંહી, અદત્તમાં, અબ્રહ્મ ને પરિગ્રહ વિષે જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩. એ રીત સત્ય, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહ જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy