________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૦
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
धारणीयम्। न च पुण्यपापत्वेन द्वित्वाद्बन्धस्य तद्धत्वन्तरमन्वेष्टव्यं; एकेनैवानेनाध्यवसायेन दु:खयामि मारयामि इति, सुखयामि जीवयामीति च द्विधा शुभाशुभाहङ्काररसनिर्भरतया द्वयोरपि पुण्यपापयोर्बन्धहेतुत्वस्याविरोधात्।
एवं हि हिंसाध्यवसाय एव हिंसेत्यायातम्।
अज्झवसिदेण बंधो सत्ते मारेउ मा व मारेउ। एसो बंधसमासो जीवाणं णिच्छयणयस्स।। २६२ ।। अध्यवसितेन बन्धः सत्त्वान् मारयतु मा वा मारयतु। एष बन्धसमासो जीवानां निश्चयनयस्य।। २६२ ।।
બંધનું કારણ છે એમ બરાબર નક્કી કરવું. અને પુણ્ય-પાપપણે ( પુણ્ય-પાપરૂપે) બંધનું બે-પણું હોવાથી બંધના કારણનો ભેદ ન શોધવો (અર્થાત્ એમ ન માનવું કે પુણ્યબંધનું કારણ બીજાં છે અને પાપબંધનું કારણ કોઈ બીજાં છે); કારણ કે એક જ આ અધ્યવસાય “દુઃખી કરું છું” મારું છું” એમ અને સુખી કરું છું, જિવાડું છું” એમ બે પ્રકારે શુભ-અશુભ અહંકારરસથી ભરેલાપણા વડે પુણ્ય અને પાપ-બન્નેના બંધનું કારણ હોવામાં અવિરોધ છે (અર્થાત્ એક જ અધ્યવસાયથી પુણ્ય અને પાપ-બન્નેનો બંધ થવામાં કોઈ વિરોધ નથી).
ભાવાર્થ:-આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે. તેમાં, “જિવાડું છું, સુખી કરું છું' એવા શુભ અહંકારથી ભરેલો તે શુભ અધ્યવસાય છે અને “મારું છું, દુઃખી કરું છું” એવા અશુભ અહંકારથી ભરેલો તે અશુભ અધ્યવસાય છે. અહંકારરૂપ મિથ્યાભાવ તો બન્નેમાં છે; તેથી અજ્ઞાનમયપણે બન્ને અધ્યવસાય એક જ છે. માટે એમ ન માનવું કે પુણ્યનું કારણ બીજાં છે અને પાપનું કારણ બીજું છે. અજ્ઞાનમય અધ્યવસાય જ બન્નેનું કારણ છે.
આ રીતે ખરેખર હિંસાનો અધ્યવસાય જ હિંસા છે એમ ફલિત થયું એમ હવે
મારો-ન મારો જીવને, છે બંધ અધ્યવસાન થી, -આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચયનય થકી. ૨૬૨.
ગાથાર્થઃ- [ સન્ધાન] જીવોને [ મારતુ] મારો [ વા મી મારયતુ] અથવા ન મારો- [વશ્વ:] કર્મબંધ [aધ્યવસિતેન] અધ્યવસાનથી જ થાય છે. [૫] આ, [નિશ્ચયનય] નિશ્ચયનયે, [નીવાનાં] જીવોના [વશ્વસમાસ: ] બંધનો સંક્ષેપ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com