________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
उ८८
दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६० ।। मारिमि जीवावेमि य सत्ते जं एवमज्झवसिदं ते। तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि।। २६१ ।। दुःखितसुखितान् सत्त्वान् करोमि यदेवमध्यवसितं ते। तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६० ।। मारयामि जीवयामि वा सत्त्वान यदेवमध्यवसितं ते। तत्पापबन्धकं वा पुण्यस्य वा बन्धकं भवति।। २६१ ।।
य एवायं मिथ्यादृष्टेरज्ञानजन्मा रागमयोऽध्यवसायः स एव बन्धहेतुः इत्यव
(અર્થાત્ મિથ્યા અધ્યવસાય જ બંધનું કારણ છે એમ નિયમથી કહે છે ) :
કરતો તું અધ્યવસાન-દુખિત-સુખી કરું છું જીવને ', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬).
કરતો તું અધ્યવસાન- મારું જિવાડું છું પ૨ જીવને', તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૧.
ગાથાર્થ-“[ સત્ત્વાન] હું જીવોને [દુ:વિતસુવિતાન] દુઃખી-સુખી [ રો]િ કરું છું.' [કવન્] આવું [યત્ તે મધ્યવસિતં] જે તારું *અધ્યવસાન, [ તત્ ] તે જ [પાવવવ વા] પાપનું બંધક [પુષ્યરચ વધુ વા] અથવા પુણ્યનું બંધક [ ભવતિ] થાય છે.
‘[ સત્ત્વાન] હું જીવોને [ HIRયાનિ વા નીવયાનિ] મારું છું અને જિવાડું છું” [અવસ્] આવું [યત તે મધ્યવસિતં] જે તારું અધ્યવસાન, [તત્] તે જ [ પાપવન્ય વા] પાપનું બંધક [પુષ્યસ્ય વન્ય વા] અથવા પુણ્યનું બંધક [ ભવતિ ] થાય છે.
ટીકા-મિથ્યાષ્ટિને જે આ અજ્ઞાનથી જન્મતો રાગમય અધ્યવસાય છે તે જ
* જે પરિણમન મિથ્યા અભિપ્રાય સહિત હોય (સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વૈભાવિક હોય તે પરિણમન માટે અધ્યવસાન શબ્દ વપરાય છે. ( મિથ્યા) નિશ્ચય કરવો, ( મિથ્યા) અભિપ્રાય કરવો–એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com