________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
उ८८
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
एसा दु जा मदी दे दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति। एसा दे मूढमदी सुहासुहं बंधदे कम्मं ।। २५९ ।। एषा तु या मतिस्ते दुःखितसुखितान् करोमि सत्त्वानिति। एषा ते मूढमतिः शुभाशुभं बध्नाति कर्म।। २५९ ।।
परजीवानहं हिनस्मि, न हिनस्मि, दु:खयामि, सुखयामि इति य एवायमज्ञानमयोऽध्यवसायो मिथ्यादृष्टेः, स एव स्वयं रागादिरूपत्वात्तस्य शुभाशुभबन्धहेतुः।
अथाध्यवसायं बन्धहेतुत्वेनावधारयति
સાય: દશ્યતે। જે આ અજ્ઞાનસ્વરૂપ *અધ્યવસાય જોવામાં આવે છે [ સ: ઈવ] તે અધ્યવસાય જ, [વિપર્યયાત્] વિપર્યયસ્વરૂપ (-વિપરીત, મિથ્યા) હોવાથી, [મસ્ય વન્યદેતુ: ] તે મિથ્યાદષ્ટિને બંધનું કારણ છે.
ભાવાર્થ-જૂઠો અભિપ્રાય તે જ મિથ્યાત્વ, તે જ બંધનું કારણ-એમ જાણવું.
૧૭૦.
હવે, આ અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે એમ ગાથામાં કહે છેઃ
આ બુદ્ધિ જે તુજ-“દુખિત તેમ સુખી કરુ છું જીવને ', તે મૂઢ મતિ તારી અરે ! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯.
ગાથાર્થઃ- [તે] તારી [વા મતિઃ ] જે આ બુદ્ધિ છે કે હું [ સર્વાન] જીવોને [:વિતસુવિતાન] દુઃખી-સુખી [ રોમિ તિ] કરું છું, [gષા તે મૂઢમતિ:] તે આ તારી મૂઢ બુદ્ધિ જ (મોહસ્વરૂપ બુદ્ધિ જ ) [ શુભાશુમ વર્ગ ] શુભાશુભ કર્મને [ વહ્યાતિ] બાંધે છે.
ટીકા:-“ પર જીવોને હું હસું છું, નથી હણતો, દુઃખી કરું છું, સુખી કરું છું' એવો જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાષ્ટિને છે, તે જ (અર્થાત્ તે અધ્યવસાય જ) પોતે રાગાદિરૂપ હોવાથી તેને (-મિથ્યાદષ્ટિને ) શુભાશુભ બંધનું કારણ છે.
ભાવાર્થ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે. હવે, અધ્યવસાયને બંધના કારણ તરીકે બરાબર નક્કી કરે છે–ઠરાવે છે
* જે પરિણામ મિથ્યા અભિપ્રાય સહિત હોય (-સ્વપરના એકત્વના અભિપ્રાય સહિત હોય) અથવા વભાવિક હોય તે પરિણામ માટે અધ્યવસાય શબ્દ વપરાય છે. (મિથ્યા) નિશ્ચય, (મિથ્યા) અભિપ્રાય-એવા અર્થમાં પણ તે શબ્દ વપરાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com