________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
दुःखसुखकरणाध्यवसायस्यापि एषैव गतिः
जो अप्पा दुमणदि दुक्खिदसुहिदे करेमि सत्ते त्ति । सो मूढो अण्णाणी गाणी एत्तो दु विवरीदो ।। २५३ ।। य आत्मना तु मन्यते दुःखितसुखितान् करोमि सत्त्वानिति । स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५३ ।।
परजीवानहं दुःखितान् सुखितांश्च करोमि, परजीवैर्दुःखितः सुखितश्च क्रियेऽहमित्यध्यवसायो ध्रुवमज्ञानम् । स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टिः, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्दृष्टिः।
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्
દુઃખ-સુખ કરવાના અધ્યવસાયની પણ આ જ ગતિ છે એમ હવે કહે છે:
જે માનતો-મુજથી દુખીસુખી હું કરું ૫૨ જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપ૨ીત એથી જ્ઞાની છે. ૨૫૩.
૩૮૩
ગાથાર્થ:- [ય:] જે [કૃતિ મન્યતે] એમ માને છે કે [આત્મના તુ] મારા પોતાથી [સત્ત્વાન્] હું (૫૨) જીવોને [:વિતસુચિતાર્] દુ:ખી-સુખી [રોમિ] કરું છું, [સ: ] તે [મૂત: ] મૂઢ (-મોહી) છે, [અજ્ઞાની] અજ્ઞાની છે, [તુ] અને [ અત: વિપરીત: ] આનાથી વિપરીત તે [ જ્ઞાની] જ્ઞાની છે.
ટીકા:- ૫૨ જીવોને હું દુઃખી તથા સુખી કરું છું અને ૫૨ જીવો મને દુઃખી તથા સુખી કરે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ:-હું ૫૨ જીવોને સુખી-દુઃખી કરું છું અને ૫૨ જીવો મને સુખી-દુ:ખી કરે છે' એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે જ્ઞાની છે-સમ્યગ્દષ્ટિ છે.
હવે પૂછે છે કે આ અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com