________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
બંધ અધિકાર
૩૮૧
जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५० ।।
यो मन्यते जीवयामि च जीव्ये च परैः सत्त्वैः।
स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५० ।। परजीवानहं जीवयामि, परजीवैर्जीव्ये चाहमित्यध्यवसायो ध्रुवमज्ञानम्। स तु यस्यास्ति सोऽज्ञानित्वान्मिथ्यादृष्टि:, यस्य तु नास्ति स ज्ञानित्वात् सम्यग्दृष्टिः।
कथमयमध्यवसायोऽज्ञानमिति चेत्आऊदयेण जीवदि जीवो एवं भणंति सव्वण्हू। आउं च ण देसि तुमं कहं तए जीविदं कदं तेसिं।। २५१ ।।
જે માનતો-હું જિવાડું ને પ૨ જીવ જિવાડે મુજને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦.
ગાથાર્થઃ- [ ] જે જીવ [ મન્યતે] એમ માને છે કે [ નીવયામિ] હું પર જીવોને જિવાડું છું [૨] અને [પરે: સર્વે:] પર જીવો [નીચે ૨] મને જિવાડે છે, [1:] તે [મૂઢ:] મૂઢ (મોહી) છે, [વજ્ઞાની ] અજ્ઞાની છે, [1] અને [ગત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે ) તે [ જ્ઞાની] જ્ઞાની છે.
ટીકા-પર જીવો ને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે (-અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ-૧ પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું' એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદિષ્ટ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દષ્ટિ છે.
હવે પૂછે છે કે આ (જીવનનો) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે છે:
છે આયુ-ઉદયે જીવન જીવવું એમ સર્વશે કહ્યું, તું આયુ તો દેતો નથી, તેં જીવન કયમ તેનું કર્યું? ૨૫૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com