________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રીકુંદકુંદ
तावज्जीवानां स्वायुःकर्मक्षयेणैव,
तदभावे
तस्य
मरणं हि भावयितुमशक्यत्वात्; स्वायुः कर्म च नान्येनान्यस्य हर्तु शक्यं, तस्य स्वोपभोगेनैव क्षयिमाणत्वात्; ततो न कथञ्चनापि अन्योऽन्यस्य मरणं कुर्यात् । ततो हिनस्मि, हिंस्ये चेत्यध्यवसायो ध्रुवमज्ञानम्।
३८०
સમયસાર
जीवनाध्यवसायस्य तद्विपक्षस्य का वार्तेति चेत्
એમ [બિનવરે: ] જિનવરોએ [પ્રજ્ઞપ્તમ્ ] કહ્યું છે; ૫૨ જીવો [તવ આયુ: ] તારું આયુકર્મ તો [ન હન્તિ] હરતા નથી, [ તૈ: ] તો તેમણે [તે મરણં] તારું મરણ [ i] કઈ રીતે [ pi ] કર્યું ?
ટીકા:-પ્રથમ તો, જીવોને મ૨ણ ખરેખર સ્વ-આયુકર્મના (પોતાના આયુકર્મના ) ક્ષયથી જ થાય છે, કારણ કે સ્વ-આયુકર્મના ક્ષયના અભાવમાં ( અર્થાત્ પોતાના આયુકર્મનો ક્ષય ન હોય તો) મરણ કરાવું (−થવું) અશક્ય છે; વળી સ્વ-આયુકર્મ બીજાથી બીજાનું હરી શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના ઉપભોગથી જ ક્ષય પામે છે; માટે કોઈ પણ રીતે બીજો બીજાનું મરણ કરી શકે નિહ. તેથી ‘હું ૫૨ જીવોને મારું છું અને પ૨ જીવો મને મારે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે (નિશ્ચિતપણે ) અજ્ઞાન છે.
ભાવાર્થ:-જીવની જે માન્યતા હોય તે માન્યતા પ્રમાણે જગતમાં બનતું ન હોય, તો તે માન્યતા અજ્ઞાન છે. પોતાથી ૫૨નું મરણ કરી શકાતું નથી અને ૫૨થી પોતાનું મરણ કરી શકાતું નથી, છતાં આ પ્રાણી વૃથા એવું માને છે તે અજ્ઞાન છે. આ કથન
નિશ્ચયનયની પ્રધાનતાથી છે.
વ્યવહા૨ આ પ્રમાણે છેઃ-૫૨સ્પ૨ નિમિત્તનૈમિત્તિકભાવથી પર્યાયના ઉત્પાદ-વ્યય થાય તેને જન્મ-મરણ કહેવામાં આવે છે; ત્યાં જેના નિમિત્તથી મરણ (-પર્યાયનો વ્યય ) થાય તેના વિષે એમ કહેવામાં આવે છે કે ‘ આણે આને માર્યો’, તે વ્યવહાર છે.
અહીં એમ ન સમજવું કે વ્યવહારનો સર્વથા નિષેધ છે. જેઓ નિશ્ચયને નથી જાણતા, તેમનું અજ્ઞાન મટાડવા અહીં કથન કર્યું છે. તે જાણ્યા પછી બન્ને નયોને અવિરોધપણે જાણી યથાયોગ્ય નયો માનવા.
66
ફરી પૂછે છે કે (મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણ્યું; હવે) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?” તેનો ઉત્તર કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com