________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂતવિક્રીડિત) लोकः कर्मततोऽस्तु सोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत् तान्यस्मिन्करणानि सन्तु चिदचिद्व्यापादनं चास्तु तत्। रागादीनुपयोगभूमिमनयन ज्ञानं भवन्केवलं बन्धं नैव कुतोऽप्युपैत्ययमहो सम्यग्दृगात्मा ध्रुवम्।।१६५ ।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્ધ - [ ર્મતત: નોવ: : કસ્તુ] માટે તે (પૂર્વોક્ત) બહુ કર્મથી (કર્મયોગ્ય પુદ્ગલોથી) ભરેલો લોક છે તે ભલે હો, [પરિસ્પન્દાત્મરું ર્મ તત્ ૨ કસ્તુ] તે મન-વચન-કાયાના ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ યોગ) છે તે પણ ભલે હો, [તાનિ વરણાનિ રિમન સસ્તુ] તે (પૂર્વોક્ત) કરણો પણ તેને ભલે હો [૨] અને [તત વિ-વ-વ્યાપાનું સસ્તુ] તે ચેતન-અચેતનનો ઘાત પણ ભલે હો, પરંતુ [કરો] અહો ! [મયમ સચદ—માત્મા] આ સમ્યગ્દષ્ટિ આત્મા, [રા+TIકીન ઉપયોmભૂનિમ્ નયન] રાગાદિકને ઉપયોગભૂમિમાં નહિ લાવતો થકો, [ વેતં જ્ઞાન ભવન] કેવળ (એક) જ્ઞાનરૂપે થતો-પરિણમતો થકો, [મૃત: પિ વત્ ધ્રુવમ્ ન પર્વ કનૈતિ] કોઈ પણ કારણથી બંધને ચોક્કસ નથી જ પામતો. (અહો ! દેખો! આ સમ્યગ્દર્શનનો અભુત મહિમા છે.)
ભાવાર્થ:-અહીં સમ્યગ્દષ્ટિનું અદભુત માહાભ્ય કહ્યું છે અને લોક, યોગ, કરણ, ચૈતન્ય-અચૈતન્યનો ઘાત-એ બંધના કારણ નથી એમ કહ્યું છે. આથી એમ ન સમજવું કે પરજીવની હિંસાથી બંધ કહ્યો નથી માટે સ્વચ્છંદી થઈ હિંસા કરવી. અહીં તો એમ આશય છે કે અબુદ્ધિપૂર્વક કદાચિત્ પરજીવનો ઘાત પણ થઈ જાય તો તેનાથી બંધ થતો નથી. પરંતુ જ્યાં બુદ્ધિપૂર્વક જીવ મારવાના ભાવ થશે ત્યાં તો પોતાના ઉપયોગમાં રાગાદિકનો સદભાવ આવશે અને તેથી ત્યાં હિંસાથી બંધ થશે જ. જ્યાં જીવને જિવાડવાનો અભિપ્રાય હોય ત્યાં પણ અર્થાત્ તે અભિપ્રાયને પણ નિશ્ચયનયમાં મિથ્યાત્વ કહ્યું છે તો મારવાનો અભિપ્રાય મિથ્યાત્વ કેમ ન હોય ? હોય જ. માટે કથનને ન વિભાગથી યથાર્થ સમજી શ્રદ્ધાન કરવું. સર્વથા એકાંત માનવું છે તો મિથ્યાત્વ છે. ૧૬૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com