________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરા અધિકાર
कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्
जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि ।। २९६ ।। यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम् ।
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि ।। २१६ ।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानी हि तावद् ध्रुवत्वात् स्वभावभावस्य टङ्कोत्कीर्णैकज्ञायकभावो नित्यो भवति, यौ तु वेद्यवेदकभावौ तौ तूत्पन्नप्रध्वंसित्वाद्विभावभावानां क्षणिकौ भवतः । तत्र यो भावः कांक्षमाणं वेद्यभावं वेदयते स यावद्भवति तावत्कांक्षमाणो वेद्यो भावो
ભોગની વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હૈય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે-રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી ? તેનો ઉત્તર કહે છે:
રે ! વેધ વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
-એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬.
૩૩૦
ગાથાર્થ:- [ય: વેવયતે] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [વેદ્યતે ] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેધભાવ ) [ સમયક્] તે બન્ને ભાવો [સમયે સમયે] સમયે સમયે [વિનશ્યતિ] વિનાશ પામે છે– [તજ્ઞાય: તુ] એવું જાણના૨ [ જ્ઞાની] જ્ઞાની [ સમયમ્ અપિ] તે બન્ને ભાવોને [ વપિ] કદાપિ [ન હાંક્ષતિ] વાંછતો નથી.
ટીકા:-જ્ઞાની તો, સ્વભાવભાવનું વપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ ( અર્થાત્ વાંછા કરનારા ) એવા વેધભાવને વેદે છે અર્થાત્ વેધભાવને અનુભવનાર છે તે (વેદકભાવ ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા
વેદના૨, અનુભવનાર.
* વેધ = વેદાવાયોગ્ય. વૈદક
=
Please inform us of any errors on rajesh@AtmaDharma.com