________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
साक्षाद्विज्ञानघनमात्मानमनुभवति।
નિર્જરા અધિકાર
( સ્વાગતા) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथं च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ।। १४६ ।।
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्त सो णिच्चं । कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी ।। २१५ ।। ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.
૩૩૫
ભાવાર્થ:-પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હૈય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.*
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ પૂર્વવત્વ–નિન—ર્મ-વિવાહાત્] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિન: યવિ ૩૫મો: મવતિ તત્ ભવતુ] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [થ ] પરંતુ [ રવિયોગાત્] રાગના વિયોગને લીધે (–અભાવને લીધે ) [નૂનન્ ] ખરેખર [પરિગ્રહમાવત્ ન તિ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થ:-પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ
ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છેઃ
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્યોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫.
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો; તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડયો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com