________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૨
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
उपभुक्तं निर्जीर्यते, कुत्स्रकर्माभावात् साक्षान्मोक्षो भवति।
(શાર્દૂનવિદોહિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव। यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन् वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ।। १४१ ।।
किञ्च
નિર્જરી જાય છે, સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. (આવું જ્ઞાનના આલંબનનું માહાભ્ય છે.)
ભાવાર્થ:-કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે, માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ નિપીત–વિન–ભવ–મુશ્કેન–ર–રમાર–મત્તા: રુવ ] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહુરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [ યચ રૂમ: કચ્છ–31ચ્છા: સંવેવ્યbય:] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો ) [યદ્ર સ્વયમ્ ગચ્છત્તિ] આપોઆપ ઊછળે છે, [ : Us: માવાન મુતનિધિ: ચૈતન્યરત્નાવર:] તે આ ભગવાન અભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ મન્નરસ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [: પિ મનેવીમવન] એક હોવા છતાં અનેક થતો, [૩તિનિ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [વાતિ] દોલાયમાન થાય છે-ઊછળે છે.
ભાવાર્થ-જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
હવે વળી વિશેષ કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com