________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૨૧
आत्मा किल परमार्थः, तत्तु ज्ञानम्; आत्मा च एक एव पदार्थः, ततौ ज्ञानमप्येकमेव पदं; यदेतत्तु ज्ञानं नामैकं पदं स एष परमार्थः साक्षान्मोक्षोपायः। न चाभिनिबोधिकादयो भेदा इदमेकं पदमिह भिन्दन्ति, किन्तु तेऽपीदमेवैकं पदमभिनन्दन्ति। तथाहि-यथात्र सवितुर्घनपटला-वगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकट्यमासादयत: प्रकाशनातिशयभेदा न तस्य प्रकाशस्वभावं भिन्दन्ति, तथा आत्मनः कर्मपटलोदयावगुण्ठितस्य तद्विघटनानुसारेण प्राकट्यमासादयतो ज्ञानातिशयभेदा न तस्य ज्ञानस्वभावं भिन्द्युः, किन्तु प्रत्युत तमभिनन्देयुः। ततो निरस्त समस्तभेदमात्मस्वभावभूतं ज्ञानमेवैकमालम्ब्यम्। तदालम्बनादेव भवति पदप्राप्तिः, नश्यति भ्रान्ति:, भवत्यात्मलाभः, सिध्यत्यनात्मपरिहारः, न कर्म मूर्छति, न रागद्वेषमोहा उत्प्लवन्ते, न पुनः कर्म आस्रवति, न पुनः कर्म बध्यते, प्राग्बद्धं कर्म
તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે-) [૨ તથ્વી] કે જેને પામીને [ નિવૃતિ યાતિ] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ટીકા-આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થ સ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના ) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (-ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે –જેવી રીતે આ જગતમાં વાદળનાં પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના *વિઘટન અનુસાર પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ ) અનુસાર પ્રગટપણે પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિધટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણે પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, (એમ થવાથી) કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસવ વિના) ફરી કર્મ બંધાતું નથી, બંધાયેલું કર્મ ભોગવાયું થયું
* વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com