________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
तथाहि
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्वुदिं जादि।। २०४ ।। आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्। स एष परमार्थो यं लब्ध्वा निर्वृतिं याति।। २०४ ।।
વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [ માત્મ– અનુભવ–કનુભાવવિવશ: સ્વાં વસ્તુવૃત્તિ વિદ્] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને) જાણતોઆસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [TS: ગાત્મા] આ આત્મા [ વિશેષ–૩ય પ્રશ્યત્] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ સામાન્ય નયન નિ ] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ સરુનું જ્ઞાન] સકળ જ્ઞાનને [પતામ્ નયતિ] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ-આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો શેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે છાસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪).
હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે –
મતિ, શ્રુત, અવધિ, મન:, કેવલ તેહ પદ એક જ ખરે, આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪.
ગાથાર્થ:- [ કામિનિવોવિશ્રુતાવધિમન:પર્યવેત્ત ] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [તત્] તે [gવમ્ વ] એક જ [પવમ્ ભવતિ ] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે ); [+: 5: પરમાર્થ.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com