________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩૧૭
(મુન્દ્રાન્તા) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः । શુદ્ધ: શુદ્ધ: ૨૪મરત: સ્થાયિમાવતિના ૧૨૮ |
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે:
શ્લોકાર્થ- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ ) [ ન્યા: ] હે અંધ પ્રાણીઓ! [ કાઢંસારાત્] અનાદિ સંસારથી માંડીને [પ્રતિપમ ] પર્યાયે પર્યાય [ રાજળ:] આ રાગી જીવો [ નિત્યમત્તા:] સદાય મત્ત વર્તતા થકા [ પરિક્સન સુHT:] જે પદમાં સૂતા છે-ઊંધે છે [તત્] તે પદ અર્થાત્ સ્થાન [કપમ્ પરં] અપદ છે-અપદ છે, (તમારું સ્થાન નથી, ) [ વિવુäથ્વમ્] એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [ રૂત: 9ત થત] આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) [પમ્ રૂમ રૂવં] તમારું પદ આ છે-આ છે [2] જ્યાં [ શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ: ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [સ્વ–૨–મરત:] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાથિમાવત્વમ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ' શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)
ભાવાર્થ-જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડ-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતાં છે–સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે “હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓશુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો”. ૧૩૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com