________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
कल्पोऽपि ज्ञानमयस्य भावस्याभावादात्मानं न जानाति। यस्त्वात्मानं न जानाति सोऽनात्मानमपि न जानाति, स्वरूपपररूपसत्तासत्ताभ्यामेकस्य वस्तुनो निश्चीयमानत्वात्। ततो य आत्मानात्मानौ न जानाति स जीवाजीवौ न जानाति। यस्तु जीवाजीवौ न जानाति स सम्यग्दृष्टिरेव न भवति। ततो रागी ज्ञानाभावान्न भवति સગુદણ:
ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે; (જેને અનાત્માનોરાગનો-નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બનેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી.
ભાવાર્થ:-અહીં “રાગ” શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સદ્દભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે – સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી–તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.
જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com