________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो।। २०० ।। एवं सम्यग्दृष्टि: आत्मानं जानाति ज्ञायकस्वभावम्। उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।। २०० ।।
एवं सम्यग्दृष्टि: सामान्येन विशेषेण च परस्वभावेभ्यो भावेभ्यो सर्वेभ्योऽपि विविच्य टङ्कोत्कीर्णंकज्ञायकभावस्वभावमात्मनस्तत्त्वं विजानाति। तथा तत्त्वं विजानंश्च स्वपरभावोपादानापोहननिष्पाद्यं स्वस्य वस्तुत्वं प्रथयन् कर्मोदयविपाकप्रभवान् भावान् सर्वानपि मुञ्चति। ततोऽयं नियमात् ज्ञानवैराग्यसम्पन्नो भवति।
સુદૃષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨00.
ગાથાર્થ:- [gā] આ રીતે [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ માત્માનં] આત્માને (પોતાને) [ જ્ઞાયસ્વભાવ૫] જ્ઞાયકસ્વભાવ [ નાનાતિ] જાણે છે [૨] અને [ તત્ત્વ ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [ વિનાનન] જાણતો થકો [વિપાવરું] કર્મના વિપાકરૂપ [૩યં] ઉદયને [મુગ્ધતિ] છોડે છે.
ટીકા-આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે ) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (–પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયને વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે (એમ સિદ્ધ થયું ).
ભાવાર્થ-જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com