________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩૧૩
(મન્ડીક્રાન્તા) सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु।
જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
શ્લોકાર્થ:- “[ | સ્વયમ્ સચદ:, મે નાતુ વ: 7 ચાત] આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી) ” [ તિ] એમ માનીને [૩ત્તાન–૩પુર્નવ–વના:] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલક્તિ (રોમાંચિત) થયું છે એવા [રાશિન:] રાગી જીવો (-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-) [v] ભલે [ રસ્તુ] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [સતિપરતાં નિરૂત્તા] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ ગદ્ય પિ] તોપણ [તે પાપ:] તેઓ પાણી (મિથ્યાષ્ટિ) જ છે, [યત:] કારણ કે [નાત્મસનાત્મ–3 વર્ષમ–વિરહાત] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ સમ્પર્વરિy1: સત્તિ] તેઓ સમ્યકત્વથી રહિત છે.
- ભાવાર્થ -પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ “હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી' એમ માને છે તેને સમ્યકત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગ કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, “બંધ થતો નથી' એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તનાર જીવ મિથ્યાષ્ટિ જ છે.
અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” તેનું સમાધાનઃ-સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે;
જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
* સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com