________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
નિર્જરા અધિકાર
૩/૯
कर्मोदयसम्पन्नान् विषयान् सेवमानोऽपि रागादिभावानामभावेन विषयसेवनफलस्वामित्वाभावादसेवक एव, मिथ्यादृष्टिस्तु विषयानसेवमानोऽपि रागादिभावानां सद्भावेन विषयसेवनफलस्वामित्वात्सेवक एव।
सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्ति: स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्तया। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात्।। १३६ ।।
પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્દભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થ-કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગષ્ટ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાષ્ટિ વિષય સેવનારો છે.
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ સભ્યEછે. નિયત જ્ઞાન–વૈરાગ્ય-શત્તિ: ભવતિ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [ યમ્મા] કારણ કે [N] તે (સમ્યગ્દષ્ટિ જીવ) [ સ્વ– – –સાતિ–મુpયા] સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે [ā વસ્તુત્વ વનયિતુમ્] પોતાના વસ્તુત્વનો (યથાર્થ સ્વરૂપનો ) અભ્યાસ કરવા માટે, [ રૂવું સ્વં ચ પર ] “આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે ) અને આ પર છે' [ વ્યતિર] એવો ભેદ [ તત્ત્વત:] પરમાર્થે [ જ્ઞાત્વા] જાણીને [ સ્વમિન માસ્ત] સ્વમાં રહે છે (–ટકે છે) અને [ પરત રા/યોતિ] પરથી-રાગના યોગથી[ સર્વત:] સર્વ પ્રકારે [ વિરમતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com