________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
ઉO૭
जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव।। १९६ ।।
यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः।
द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव।। १९६ ।। यथा कश्चित्पुरुषो मैरेयं प्रति प्रवृत्ततीव्रारतिभावः सन् मैरेयं पिबन्नपि तीव्रारतिभावसामर्थ्यान्न माद्यति, तथा रागादिभावानामभावेन सर्वद्रव्योपभोगं प्रति प्रवृत्ततीव्रविरागभाव: सन् विषयानुपभुञ्जानोऽपि तीव्रविरागभावसामर्थ्यान्न बध्यते જ્ઞાની
(રથોદ્ધતા) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात् सेवकोऽपि तदसावसेवकः।। १३५ ।।
જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી, દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬.
ગાથાર્થ- [ યથા] જેમ [પુરુષ:] કોઈ પુરુષ [ મઘં] મદિરાને [ અરતિમાન] અરતિભાવે (અપ્રીતિથી) [ પિવન] પીતો થકો [ ન માઘતિ] મત્ત થતો નથી, [તથા ઈવ] તેવી જ રીતે [ જ્ઞાની gિ] જ્ઞાની પણ [દ્રવ્યોપમો] દ્રવ્ય ના ઉપભોગ પ્રત્યે [ કરત:] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [ન વધ્યતે] (કર્મોથી) બંધાતો નથી.
ટીકાઃ-જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.
ભાવાર્થ-એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે - શ્લોકાર્થનું પત્ત ] કારણ કે [ સા ] આ (જ્ઞાની) પુરુષ [વિષયસેવને ગs ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com