________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૬
ભગવાનશ્રીકુંદકુંદ
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवय दि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी । । १९५ ।। यथा बिषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी ।। १९५ ।।
સમયસાર
परेषां मरणकारणं
यथा कश्चिद्विषवैद्यः विषमुपभुञ्जानोऽपि अमोधविद्यासामर्थ्येन निरुद्धतच्छक्तित्वान्न म्रियते, तथा अज्ञानिनां रागादिभावसद्भावेन बन्धकारणं पुद्गलकर्मोदयमुपभुञ्जानोऽपि अमोधज्ञान-सामर्थ्यात् रागादिभावानामभावे सति निरुद्धतच्छक्तित्वान्न बध्यते ज्ञानी।
अथ वैराग्यसामर्थ्य दर्शयति
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈધ જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થ:- [યથા] જેમ [વૈદ્ય: પુરુષ: ] વૈધ પુરુષ [વિષમ્ ૩૫મુગ્ગાન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [મરળન્ ન ઉપયાતિ] મરણ પામતો નથી, [તથા] તેમ [ જ્ઞાની] જ્ઞાની [પુ જર્મન:] પુદ્ગલકર્મના [વયં] ઉદયને [મુદ્દે ] ભોગવે છે તોપણ [ન પુવ વધ્યુતે] બંધાતો નથી.
ટીકા:-જેમ કોઇ વિષવૈદ્ય, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ ( રામબાણ ) વિદ્યાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ જે પુદ્દગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (–હોઇને ) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થ:-જેમ વૈધ મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિદ્યાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છેકે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યગ્નાનનું સામર્થ્ય કહ્યું.
હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com