SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કાનજૈનશાસ્ત્રમાળા] નિર્જરા અધિકારી ૩૦૫ यदा वेद्यते तदा मिथ्यादृष्टे: रागादिभावानां सद्भावेन बन्धनिमित्तं भूत्वा निर्जीर्यमाणोऽप्यनिर्जीर्ण: सन् बन्ध एव स्यात्; सम्यग्दृष्टेस्तु रागादिभावानामभावेन बन्धनिमित्तमभूत्वा केवलमेव निर्जीर्यमाणो निर्जीर्णः सन्निर्जरैव स्यात्। (અનુષ્ટ્રમ) तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल। यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते।।१३४ ।। अथ ज्ञानसामर्थ्य दर्शयति શાતારૂપ અને અશાતારૂપ). જ્યારે તે (સુખરૂપ અથવા દુ:ખરૂપ ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાષ્ટિને, રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્ભરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે. ભાવાર્થ:-પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છે – શ્લોકાર્થ- [ વિ7] ખરેખર [ તત્ સામર્થ્ય] તે (આશ્ચર્યકારક) સામર્થ્ય [જ્ઞાનસ્ય વ] જ્ઞાનનું જ છે [ વા] અથવા [ વિરાસ્ય ] વિરાગનું જ છે [ ] કે [ 5: મ9િ] કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ ) [ »ર્મ મુસ્નાન: uિ] કર્મને ભોગવતો છતો [મિ: વધ્યતે] કર્મોથી બંધાતો નથી! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે.) ૧૩૪. હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy