________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૦૩
उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।। १९३ ।। उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्। यत्करोति सम्यग्दृष्टिः तत्सर्व निर्जरानिमित्तम्।। १९३ ।।
विरागस्योपभोगो निर्जरायै एव। रागादिभावानां सद्भावेन मिथ्यादृष्टेरचेतनान्यद्रव्योपभोगो बन्धनिमित्तमेव स्यात्। स एव रागादिभावानामभावेन सम्यग्दृष्टेर्निर्जरानिमित्तमेव स्यात्। एतेन द्रव्यनिर्जरास्वरूपमावेदितम्।
ભાવાર્થ-સંવર થયા પછી નવાં કર્મતો બંધાતા નથી. જે પૂર્વે બંધાયા હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી–સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩.
હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે:
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩.
ગાથાર્થઃ- [ સચદ]િ સમ્યગ્દષ્ટિ જીવ [૫] જે [ન્દ્રિ:] ઇંદ્રિયો વડે [ અવેતનાનામ] અચેતન તથા [ રૂતરેષામ] ચેતન [ દ્રવ્યામ] દ્રવ્યોનો [ ૩પમોન] ઉપભોગ [ રોતિ] કરે છે [તત્ સર્વ ] તે સર્વ [ નિર્નર નિમિત્ત] નિર્જરાનું નિમિત્ત છે.
ટીકા-વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સદ્દભાવથી મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે; આથી ( આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
ભાવાર્થ-સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને ઇંદ્રિયો વડ ભોગ હોય તો પણ તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે”. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી-જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com