________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા]
સંવર અધિકાર
૨૯૯
(૩૫નાતિ) सम्पद्यते संवर एष साक्षाच्छुद्धात्मतत्त्वस्य किलोपलम्भात्। स भेदविज्ञानत एव तस्मात् । तद्भेदविज्ञानमतीव भाव्यम्।। १२९ ।।
(મનુષ્ટ્રમ). भावयेनेदविज्ञानमिदमच्छिन्नधारया।
तावद्यावत्पराच्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठते।। १३० ।। કર્મના અભાવથી શરીરાદિ નોકર્સ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો.
સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ US: સાક્ષાત સંવર:] આ સાક્ષાત્ (સર્વ પ્રકારે) સંવર [ નિ] ખરેખર [ શુદ્ધ–માત્મતત્ત્વસ્થ ઉપસ્માત ] શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિથી [ સપદ્યતે] થાય છે; અને [+:] તે શુદ્ધ આત્મતત્ત્વની ઉપલબ્ધિ [એવિજ્ઞાનત: પવ] ભેદવિજ્ઞાનથી જ થાય છે. [તાત્] માટે [ તત્ મેવવિજ્ઞાનન્] તે ભેદવિજ્ઞાન [બતીવ] અત્યંત [ ભાવ્યમ્] ભાવવાયોગ્ય છે.
ભાવાર્થ-જીવને જ્યારે ભેદવિજ્ઞાન થાય છે અર્થાત્ જીવ જ્યારે આત્માને અને કર્મને યથાર્થપણે ભિન્ન જાણે છે ત્યારે તે શુદ્ધ આત્માને અનુભવે છે, શુદ્ધ આત્માના અનુભવથી આગ્નવભાવ રોકાય છે અને અનુક્રમે સર્વ પ્રકારે સંવર થાય છે. માટે ભેદવિજ્ઞાનને અત્યંત ભાવવાનો ઉપદેશ કર્યો છે. ૧૨૯.
હવે ભેદવિજ્ઞાન ક્યાં સુધી ભાવવું તે કાવ્ય દ્વારા કહે છે:
શ્લોકાર્થ:- [ { મેવવિજ્ઞાન+] આ ભેદવિજ્ઞાન [બછિન્ન-ધારયા] અચ્છિન્નધારાથી (અર્થાત્ જેમાં વિચ્છેદ ન પડે એવા અખંડ પ્રવાહરૂપે) [ તાવત્] ત્યાં સુધી [ભાવ ] ભાવવું [વાવ કે જ્યાં સુધી [પરાતુ વ્યુત્વા] પરભાવોથી છૂટી [ જ્ઞાન] જ્ઞાન [ જ્ઞાને] જ્ઞાનમાં જ (પોતાના સ્વરૂપમાં જ) [પ્રતિeતે] ઠરી જાય.
ભાવાર્થ-અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં કર્યું કહેવાય; બીજાં, જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઇ જાય અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ન ઠરી જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું. ૧૩).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com