________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાનશ્રીકુંદકુંદ
सन्ति
तावज्जीवस्य आत्मकर्मैकत्वाध्यासमूलानि मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानि अध्यवसानानि। तानि रागद्वेषमोहलक्षणस्यास्रवभावस्य हेतवः। आस्रवभावः कर्महेतुः । कर्म नोकर्महेतुः । नोकर्म संसारहेतुः इति। ततो नित्यमेवायमात्मा आत्मकर्मणोरेकत्वाध्यासेन मिथ्यात्वाज्ञानाविरतियोगमयमात्मानमध्यवस्यति । ततो रागद्वेषमोहरूपमास्रवभावं भावयति। ततः कर्म आस्रवति । ततो नोकर्म भवति । તત: संसार: प्रभवति । यदा तु आत्मकर्मणोर्भेदविज्ञानेन शुद्धचैतन्यचमत्कारमात्रमात्मानं उपलभते तदा मिथ्यात्वाज्ञानाविरतियोगलक्षणानां अध्यवसानानां आस्रवभावहेतूनां भवत्यभावः । तदभावे रागद्वेषमोहरूपास्रवभावस्य भवत्यभावः। तदभावे भवति कर्माभावः। तदभावेऽपि भवति नोकर्माभावः। तदभावेऽपि भवति संसाराभावः । इत्येष संवरक्रमः ।
૨૯૮
સમયસાર
ટીકા:-પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય ) જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે-સદાય આ આત્મા, આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે (તે આત્મા ), આત્માને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસવભાવનો અભાવ થાય છે; આસ્રવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે.
ભાવાર્થ:-જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છેભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આસવભાવ થાય છે, આસ્રવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આસવના અભાવથી કર્મ બંધાતાં નથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com