________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮)
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિનવેT) प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु रागादियोगमुपयान्ति विमुक्तबोधाः। ते कर्मबन्धमिह बिभ्रति पूर्वबद्धद्रव्यानवैः कृतविचित्रविकल्पजालम्।।१२१ ।।
હવે કહે છે કે જેઓ શુદ્ધનયથી ચુત થાય તેઓ કર્મ બાંધે છે:
શ્લોકાર્થઃ- [ રૂદ] જગતમાં [૨] જેઓ [શુદ્ધનયત: પ્રભુત્ય] શુદ્ધનયથી શ્રુત થઈને [પુન: વ તુ] ફરીને [૨Iવિયોગમ] રાગાદિના સંબંધને [૩પયાત્તિ] પામે છે [ તે] એવા જીવો, [ વિમુવીધા.] જેમણે જ્ઞાનને છોડયું છે એવા થયા થકા, [પૂર્વવદ્ધદ્રવ્યો:] પૂર્વબદ્ધ દ્રવ્યાસવો વડે [ વર્] કર્મબંધને [ વિમ્રત] ધારણ કરે છે (-કર્મોને બાંધે છે) - [વૃત–વિચિત્ર-વિવરુત્વ–નીન+] કે જે કર્મબંધ વિચિત્ર ભેદોના સમૂહવાળો હોય છે (અર્થાત્ જે કર્મબંધ અનેક પ્રકારનો હોય છે ).
ભાવાર્થ-શુદ્ધનયથી શ્રુત થવું એટલે “હું શુદ્ધ છું' એવા પરિણમનથી છુટીને અશુદ્ધરૂપે પરિણમવું તે અર્થાત્ મિથ્યાદષ્ટિ બની જવું તે. એમ થતાં, જીવને મિથ્યાત્વ સંબંધી રાગાદિક ઉત્પન્ન થાય છે, તેથી દ્રવ્યાગ્નવો કર્મબંધનાં કારણે થાય છે અને તેથી અનેક પ્રકારનાં કર્મ બંધાય છે. આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ટ્યુત થવું એમ કરવો. ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી ટ્યુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી; કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.
હવે જો ઉપયોગની અપેક્ષા લઈએ તો આ પ્રમાણે અર્થ ઘટે -જીવ શુદ્ધસ્વરૂપના નિર્વિકલ્પ અનુભવથી છૂટે પરંતુ સમ્યકત્વથી ન છૂટે તો તેને ચારિત્રમોહના રાગથી કાંઈક બંધ થાય છે. તે બંધ જોકે અજ્ઞાનના પક્ષમાં નથી તોપણ તે બંધ તો છે જ. માટે તેને મટાડવાને સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને શુદ્ધનયથી ન છૂટવાનો અર્થાત્ શુદ્ધોપયોગમાં લીન રહેવાનો ઉપદેશ છે. કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ શુદ્ધનય થાય છે. ૧૨૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com