________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કાનજૈનશાસ્ત્રમાળા ]
આસ્રવ અધિકાર
૨૭૯
(વસન્તતિતા) अध्यास्य शुद्धनयमुद्धतबोधतिसमैकण्यमेव कलयन्ति सदैव ये ते। रागादिमुक्तमनसः सततं भवन्तः पश्यन्ति बन्धविधुरं समयस्य सारम।। १२० ।।
સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેવામાં આવે છે તે યોગ્ય જ છે. “જ્ઞાની” શબ્દ મુખ્યપણે ત્રણ અપેક્ષાએ વપરાય છે:- (૧) પ્રથમ તો, જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય; આમ સામાન્ય જ્ઞાનની અપેક્ષાએ તો સર્વ જીવો જ્ઞાની છે. (૨) સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાનની અપેક્ષા લેવામાં આવેતો સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન હોવાથી તે અપેક્ષાએ તે જ્ઞાની છે અને મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. (૩) સંપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લેવામાં આવે તો કેવળી ભગવાન જ્ઞાની છે અને છદ્મસ્થ અજ્ઞાની છે કારણ કે સિદ્ધાંતમાં પાંચ ભાવોનું કથન કરતાં બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. આ પ્રમાણે અનેકાંતથી અપેક્ષા વડે વિધિનિષેધ નિબંધપણે સિદ્ધ થાય છે; સર્વથા એકાંતથી કાંઈ પણ સિદ્ધ થતું નથી.
હવે, જ્ઞાનીને બંધ થતો નથી એ શુદ્ધનયનું માહાત્મય છે માટે શુદ્ધનયના મહિમાનું કાવ્ય કહે છે –
શ્લોકાર્થઃ- [ ઉદ્ધતવોદિમ્ શુદ્ધનયમ્ અધ્યાચ] ઉદ્ધત જ્ઞાન (-કોઈનું દબાવ્યું દબાય નહિ એવું ઉન્નત જ્ઞાન) જેનું લક્ષણ છે એવા શુદ્ધનયમાં રહીને અર્થાત્ શુદ્ધનયનો આશ્રય કરીને [૨] જેઓ [ સવા ઈવ] સદાય [ યમ્ વ ] એકાગ્રપણાનો જ [ જયન્તિ] અભ્યાસ કરે છે [તે] તેઓ, [સતત] નિરંતર [ TI[વિમુpમનસ: ભવન્ત:] રાગાદિથી રહિત ચિતવાળા વર્તતા થકા, [વવિધુર સમયસ્થ સારમ્] બંધરહિત એવા સમયના સારને (અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને) [પત્તિ ] દેખે છે-અનુભવે છે.
ભાવાર્થ-અહીં શુદ્ધનય વડે એકાગ્રતાનો અભ્યાસ કરવાનું કહ્યું છે. “હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું, શુદ્ધ છું”—એવું જે આત્મદ્રવ્યનું પરિણમન તે શુદ્ધનય. આવા પરિણમનને લીધે વૃત્તિ જ્ઞાનમાં વળ્યા કરે અને સ્થિરતા વધતી જાય તે એકાગ્રતાનો અભ્યાસ.
શુદ્ધનય શ્રુતજ્ઞાનનો અંશ છે અને શ્રુતજ્ઞાન તો પરોક્ષ છે તેથી તે અપેક્ષાએ શુદ્ધનય દ્વારા થતો શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ પરોક્ષ છે. વળી તે અનુભવ એકદેશ શુદ્ધ છે તે અપેક્ષાએ તેને વ્યવહારથી પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે. સાક્ષાત્ શુદ્ધનય તો કેવળજ્ઞાન થયે થાય છે. ૧૨૦.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com