________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦
[ ભગવાનશ્રીકુંદકુંદ
जम्हा दु जहण्णादो णाणगुणादो पुणो वि परिणमदि । अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ।। १७१ ।।
यस्मात्तु जघन्यात् ज्ञानगुणात् पुनरपि परिणमते ।
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः ।। १७१ ।।
પુનઃ
સમયસાર
ज्ञानगुणस्य हि यावज्जघन्यो भावः तावत् तस्यान्तर्मुहूर्त - विपरिणामित्वात् परिणामः। स તુ.
यथाख्यात-चारित्रावस्थाया
पुनरन्यतयास्ति अधस्तादवश्यम्भाविरागसद्भावात्, बन्धहेतुरेव स्यात् ।
एवं सति कथं ज्ञानी निरास्रव इति चेत्
જે જ્ઞાનગુણની જઘન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો, ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
ગાથાર્થ:- [યસ્માત્ તુ] કારણ કે [જ્ઞાનનુળ: ] જ્ઞાનગુણ, [નધાત્ જ્ઞાનનુળાત્] જઘન્ય જ્ઞાનગુણને લીધે [પુનરપિ] ફરીને પણ [અન્યત્વ] અન્યપણે [પરિણમત્તે ] પરિણમે છે, [તેન તુ] તેથી [સ] તે (જ્ઞાનગુણ ) [ વન્ધ: ] કર્મનો બંધક [ મળિત: ] કહેવામાં આવ્યો છે.
ટીકા:-જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (–ક્ષાયોપશમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન ), યથાખ્યાતચારિત્રઅવસ્થાની નીચે અવશ્યભાવી રાગનો સદ્દભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
ભાવાર્થ:-ક્ષાયોપમિક જ્ઞાન એક શેય ૫૨ અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય શેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્દભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્ત્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com