________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
આસ્રવ અધિકાર
૨૭૧
दंसणणाणचरित्तं जं परिणमदे जहण्णभावेण। णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण।।१७२ ।।
दर्शनज्ञानचारित्रं यत्परिणमते जघन्यभावेन। ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन।।१७२ ।।
यो हि ज्ञानी स बुद्धिपूर्वकरागद्वेषमोहरूपासवभावाभावात् निरास्रव एव। किन्तु सोऽपि यावज्ज्ञानं सर्वोत्कृष्टभावेन द्रष्टुं ज्ञातुमनुचरितुं वाऽशक्त: सन् जघन्यभावेनैव ज्ञानं पश्यति जानात्यनुचरति च तावत्तस्यापि, जघन्यभावान्यथानुपपत्त्याऽनुमीयमानाबुद्धिपूर्वककलङ्कविपाकसद्भावात्, पुद्गलकर्मबन्ध: स्यात्। अतस्तावज्ज्ञानं द्रष्टव्यं ज्ञातव्यमनुचरितव्यं च यावज्ज्ञानस्य यावान् पूर्णो भावस्तावान् दृष्टो ज्ञातोऽनुचरितश्च सम्यग्भवति। ततः साक्षात् ज्ञानीभूतः सर्वथा निरास्रव एव स्यात्।
ચારિત્ર દર્શન, જ્ઞાન જેથી જઘન્ય ભાવે પરિણમે, તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨.
ગાથાર્થ- [ યત ] કારણ કે [૨નજ્ઞાન વારિā] દર્શન-જ્ઞાન-ચારિત્ર [ નન્યભાવેન] જઘન્ય ભાવે [પરિણમતે] પરિણમે છે [તેન તુ] તેથી [ જ્ઞાની] જ્ઞાની [ વિવિધેન ] અનેક પ્રકારના [પુનર્મા ] પુદ્ગલકર્મથી [ વધ્યતે ] બંધાય છે.
ટીકાઃ-જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસ્ત્રવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે – તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડ (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઇ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્દભાવ હોવાથી, પુગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્ત્રવ જ હોય છે.
ભાવાર્થ-જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્ત્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપથમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સવોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com