________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૪આસ્રવ અધિકાર
听
$
$
FFFFFFFFFFFFFFFFFFF
अथ प्रविशत्यास्त्रवः।
(ડૂતવિન્વિત) अथ महामदनिर्भरमन्थरं समररङ्गपरागतमास्रवम्। अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ।। ११३ ।।
દ્રવ્યાસ્ત્રવથી ભિન્ન છે, ભાવાર્ટ્સવથી કરી નાશ; થયા સિદ્ધ પરમાતમાં, નમું તે, સુખ આશ.
પ્રથમ ટીકાકાર કહે છે કે “હવે આસ્રવ પ્રવેશ કરે છે'.
જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર માણસ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે. તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યજ્ઞાન છે; તેના મહિમારૂપ મંગળ કરે છે:
શ્લોકાર્થ- [ 4થ] હવે [ સમરWપરીત+] સમરાંગણમાં આવેલા, [માનવનિર્મરક્યુરં] મહા મદથી ભરેલા મદમાતા [ સામ્રવર્] આસ્રવને [શયમ્ દુર્ણયોધધનુર્ધર:] આ દુર્જય જ્ઞાન–બાણાવળી [નયતિ] જીતે છે[ ૩ીરામીરમહોય.] કે જે જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે (અર્થાત્ આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો પૂરો પાડે એવો છે ) અને ગંભીર છે (અર્થાત્ જેનો પાર છદ્મસ્થ જીવો પામી શક્તા નથી એવો છે).
ભાવાર્થ:-અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે “જ્ઞાનરૂપી બાણાવળી આમ્રવને જીતે છે. આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે. ૧૧૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com